॥ ૐ ॥
(રાગ : માલકૌંસ)
શ્રી રાધા શ્રીકૃષ્ણને પ્યારી
પ્રાણથી અધિક વધોર પ્યારી
વિનોદ એનો શ્રીકૃષ્ણ પ્રેમ જ
સાધન મનનું પ્રસન્નતા એક જ …. શ્રી રાધાકૃષ્ણ ૧
શ્રીકૃષ્ણ અંગોનું સદા શુભ ચિંતન
આનંદનું સર્વદા શ્રીકૃષ્ણ અંજન
સ્વભાવ શ્રીકૃષ્ણને આહ્લાદિત કરતો
શ્રીકૃષ્ણના ધ્યાનમાં તત્પર રહેતો …. શ્રી રાધા ર
શ્રીકૃષ્ણ ધ્યાનથી શ્રેષ્ઠ ગતિ છે
બધાના આકર્ષક શ્રીકૃષ્ણ જ છે
મોહિત ઉત્તમ પ્રકારે કરે છે
અદ્ભૂત શક્તિ શ્રી રાધાની છે …. શ્રી રાધા ૩
દૃઢતા સદાય અવિનાશી ધારે
શ્રીકૃષ્ણના આનંદને અધિક વધારે
શ્રીકૃષ્ણના આનંદમાં આનંદ માને
શ્રીકૃષ્ણ માટે આધાર રચના જ્ઞાને …. શ્રી રાધા ૪
શ્રીકૃષ્ણની પ્યારી શ્રીકૃષ્ણની કાંતિ
શ્રીકુષ્ણની સેવામાં તત્પર શાંતિ
શ્રીકૃષ્ણ પ્રેમ કોઈ પાર નહિ પામે
વિહાર કરે સદા શ્રીકૃષ્ણ ઠામે ….શ્રી રાધા પ
શ્રીકૃષ્ણ પ્રેમની તરંગિની રાધા
શ્રીકૃષ્ણનું ચિત્ત ચોરે દેવી રાધા
કીર્તિદા માતા કુળ સુગંધ કરતી
કમલિની રાધાર સુગંધી ભરતી …. શ્રી રાધા ૬
શ્રીકૃષ્ણ તરફ સદા મુખ રાખે
હાસ્યની રેખા મુખ ખેલતી રાખે
જિજ્ઞાસાનો વિષય શ્રીકૃષ્ણ સાદયે
કુતૂહલ શ્રીકુષ્ણ સદાય ગણાયે …. શ્રી રાધા ૭
શ્રીકૃષ્ણ અનુરાગ પૂર્ણ ભરેલો
ધન્યમાં અતિ ધન્ય એક જ ગણેલો
શ્રીકૃષ્ણ કામના એક જ રાધા રાખે
રાધાને શ્રીકૃષ્ણ વંદનીય રાખે …. શ્રી રાધા ૮
નિત્ય કિશોરીજી શ્રીકૃષ્ણ વલ્લભા છે
શ્રીકૃષ્ણ પ્રેમની રાધા જીવંત પૂતળી છે
કલ્યાણી શ્રીકૃષ્ણની માધુર્ય મૂર્તિ છે
શ્રીકૃષ્ણની ચડતી કરનાર વિજયી છે …. શ્રી રાધા ૯
શ્રીકૃષ્ણની લીલાની મુકુટમણિ છે
રાધા શ્રીકૃષ્ણ પ્રાણ સંજીવન બૂટી છે
શ્રીકૃષ્ણ વક્ષઃ સ્થળ નિવાસ કરે છે
શ્રીકૃષ્ણ પ્રેમમાં મતવાલી ધૂમે છે …. શ્રી રાધા ૧૦
રાધા શ્રીકૃષ્ણને આનંદિ કરે છે
મેળવે શ્રીકૃષ્ણ પ્રેમ નિર્મળ રહે છે
શ્રીકૃષ્ણ પ્રેમ અદ્ભૂત વિધાત્રી છે
શ્રીકૃષ્ણ ભક્તિમાં સદા તત્પર રહે છે …. શ્રી રાધા ૧૧
નિર્દોષ કૃષ્ણ પ્રીતિમાં શ્રેષ્ઠ શ્રીરાધા
કૃષ્ણ અંગો સદા પ્રિયકર રાધા
શ્રીકૃષ્ણથી સદા સંયુક્ત રાધા
ભગવતી કામેશ્વરી શ્રી રાધા …. શ્રી રાધા ૧ર
ત્રિપુરા સુંદરી સ્વરૂપ શ્રીરાધા
શ્રીકૃષ્ણ માધુર્ય મધુર બોલે શ્રીરાધા
શ્રીકૃષ્ણ હૃદયની શક્તિ શ્રીરાધા
સોના જેવી કાન્તિથી યુક્ત શ્રી રાધા …. શ્રી રાધા ૧૩
કૃષ્ણા શ્યામા નામથી વિખ્યાત શ્રીરાધા
કૃષ્ણની સત્ય શિરોમણી રાધા
ધૈર્યવતી કૃષ્ણ પ્રાણ સ્વામિની
કેલી કુંજ નિવાસ નિવાસિની …. શ્રી રાધા ૧૪
શ્રીકૃષ્ણ પ્રાણોની અધિષ્ઠાત્રી રાધા
ભરપૂર આનંદ આપે શ્રીકૃષ્ણ રાધા
શ્રીકૃષ્ણ દ્વારા જ શ્રુંગાર સજીને
કૃષ્ણના પ્રેમમાં તૈયાર રહીને …. શ્રી રાધા ૧પ
શ્રીકૃષ્ણના મનમાં સદાય વસતી
શ્રીકૃષ્ણ અંગોને મનોહર કરતી
શ્રીકૃષ્ણ પ્રેમની સદાય ભરતી
મધુર ભાવભરી મધુર બનતી …. શ્રી રાધા ૧૬
॥ ૐ ॥