॥ ૐ ॥
(તત્વજ્ઞાનનો રાસ)
બે પણાની ભાવનાથી રહિતના હાથ સર્વવ્યાપક કામ કરે છે સર્વ સ્થળે
સઘળી જોડી જોડીને તોડી કે તોડ એનો કાઢયો નહિ રે લોલ …. ૧
સઘળી જોડમાં દુઃખ ઘણાં આવે કે ભેદ એનો ઊકલ્યો નહિ રે લોલ …. ર
જોડવા ઘણા બનતા શૂરા કે સંતોષ જોડ કરતી નથી રે લોલ …. ૩
દોડતા જોડવા વેગથી પૂરા કે જોડી ધરાતા નથી રે લોલ …. ૪
જોડની શૂળો લાગતી ઊંડી કે જોડ નવીન ચૂંટી લીધી રે લોલ …. પ
મૂકવા જોડને કદિ ન વિચારે કે જોડ સાથે ઊંધા ફરે રે લોલ …. ૬
જોડનો મોહ સૌને બાંધે કે તોય મોહ તૂટતો નથી રે લોલ …. ૭
જગની વસ્તુ સૌ જોડથી જાઈ કે સાચી દૃષ્ટિ ખુલ્લી નહિ રે લોલ …. ૮
જોડથી જોવાની દૃષ્ટિ બધી ખોટી કે સત્યથી દૂર કરે રે લોલ …. ૯
જોડની તોડમાં બોધ સમાણો કે બોધ ખરો અસ્તિત્વનો રે લોલ …. ૧૦
શાંતિ-અશાંતિ બંનેનો સાક્ષી કે સમદૃષ્ટિ એને મળે રે લોલ …. ૧૧
હા ને ના ઝઘડા બધાયે કે શૂન્ય થતાં આડા નડે રે લોલ …. ૧ર
વિચારો શૂન્ય થતાં મન નહિ મળે કે વમળ બધાં નાસી ગયા રે લોલ …. ૧૩
શાસ્ત્રની વાત બધી જોડથી ભરેલી કે બુદ્ધિ બને આંધળી રે લોલ …. ૧૪
અસત્ય વાતનો કચરો વધાર્યો કે હૃદયમાં બોજો કરે લોલ રે લોલ …. ૧પ
કચરો કાઢીને ફેંકી જ દેવો કે ત્યાગ એને ગણતા નહિ રે લોલ …. ૧૬
સત્ય સ્વરૂપ ત્યારે સમજાશે કે દિવ્ય જીવન પ્રગટ થશે રે લોલ …. ૧૭
॥ ૐ ॥
સઘળી જોડી જોડીને તોડી કે તોડ એનો કાઢયો નહિ રે લોલ …. ૧