સચ્ચિદાનંદ સ્વરૂપ છે અમારું
રાગ ને દ્વેષ શોક મોહથી ન્યારું.. ટેક
અનાદિ અનંત જુગોથી અમર છે,
મમતા અહંતાનાં કદીનાં બંધન છે.
દેહ ગુમાન ધરી કાર્ય જે કર્યા,
સતાના મદમાં, ભૂલાવનાર ઠર્યા.
અંત:કરણના ચાર ભાગ છે ખોટા,
વિશુધ્ધ આત્મા છે, તેમાં નથી ગોટા.
ઇન્દ્રિયનિગ્રહ, શ્રધ્ધા જ્ઞાન્-સ્વરૂપની,
મળ વિક્ષેપ ગયાં, જ્યોતિ અખંડાનંદની.
મન ખુશી કરવા કાર્યૉ જે કરીયા,
બંધનમાં નાખ્યા ઊંડા દુ:ખના દરિયા.
મન સબ જેવું સૌને બંધનમાં રાખે,
મારું હ્રદય એવા શબ્દો કાઢી જ નાખે.
પ્રાણના વેગે મન વેગવાળું બનતું,
પ્રાણ સ્થિર થાતાં, મન ગોત્યું ન મળતું.
પ્રાણની વાસનાને લાડ લડાવે,
વધે જન્મમરણ તૃષ્ણા ખૂબ સતાવે.
પ્રૂણઁ પરિબ્રહ્મ ખંડિત થાય ન એવો,
સમતા યોગ શાંતિમાં આશ્ચર્ય જેવો. …
સચ્ચિદાનંદ સ્વરૂપ છે અમારું