સતગુરુ અંતરના વિશ્રામ તેમના ચરણે સોંપો તમામ….ટેક્
જેમના મુખની અમ્રૃતવાણી, તેની વેદે ગતિ ન જાણી;
આપે અદ્વેત જ્ઞાન પ્રકાશ, એવા ગુરુની કરો સૌ આશ …સતગુરુ
સંસાર સાગર એ તારક, તેમનો ઉપદેશ મોહસંહારક,
વિધા, વિવેક, બુદ્વિ આપી, મનની સઘળી ભ્રમણા કાપી
બાળી વાસના મલિન તમામ, તેના વિના નથી આરામ… સતગુરુ
સાચી ભક્તિ નો માર્ગ બતાવે, પ્રભુનાં દર્શન જરૂર કરાવે,
મળે બ્રહ્માજ્ઞાની શ્રીગુરુદેવ, તેમની કરજો નિશદિન સેવા;
ગુરુના સ્મરણથી ઉર્મિ જાગે, કામ, ક્રોધ, મોહ, શત્રુ ભાગે. …સતગુરુ
થાયે શાન્તિ અપરંપાર, વહે ત્યાં અખંડ આનંદ ધાર,
સદગુરુ અદભૂત શક્તિદાતા, તેમના રંગમાં બનજો રાતા;
ચડશે દિલનો સાચો રંગ, તેનો માયા ન કરશે ભંગ. ….સદગુરુ
ઉલટા નયનના દોષ હટાવે, દૈવી ભાવો હ્રદય જગાવે,
ધરે સાચો પ્રેમી ધ્યાન, નિશદિન સમજી સાચું જ્ઞાન;
સહુ ભક્તો ગુરુક્રુપા ઉપાસી, રહે છે ગુરુદર્શનના પ્યાસી. ….સતગુરુ
આપને અનંત વાર પ્રણામ, ભજીએ ગુરુજી તમારું નામ.