|| ૐ||
સમજ્યા વિનાનું સાધન
ઃ શ્રી પરિબ્રહ્મ પરમાત્માને સર્વ સમર્પણ ઃ
સમજ્યા વિનાનું સાધન, અવગુણભર્યું નકામુ,
સમજે ન મન જ્ઞાને, સંશય વધે નકામું – ટેક
પ્રભુ વિના હૃદયમાં દૂષણ ધર્યું નકામું,
ભૂષણ ખરું પ્રભુ છે, નિશ્ચય વિના નકામું – ૧
સંયમ વગરની વાતો, ક્રિયા વિના નકામું ,
ભક્તિ વિનાનું જીવન, સ્થિરતા વિના નકામું – ર
માન, મોહ, મમતા, વધતાં બધું નકામું,
તપ, યોગ, તેજ, સિદ્ધિ, સત મૂકે બને નકામું – ઘ
પ્રભુ છે સર્વવ્યાપી માન્યા વિના નકામું,
ખોળવા બીજે ભટકવું, સત્સંગ વિના નકામું – ૪
કામ, ક્રોધ, લોભ સંગે, વધે પ્રેમ તો નકામું,
જીવન પ્રભુમાં રંગો, બીજું મૂકો નકામું – પ
દેહ ભાવ જા વધે તો, વેદો ભણ્યા નકામું,
પ્રભુ પ્રાણથી પ્યારા, સમજ્યા વિના નકામું – ૬
|| ૐ||