॥ ૐ ॥
(ગર્વ તજીને પ્રભુને મળી શકાય છે એ એટલે સિધ્ધાંત છે એનું પાલન પરમાત્મા પોતે કરે છે અને પાલન કરવાનું આપણને કહે છે.)
(રાગ : કલ્યાણ, જૈજૈવંતી ગરબી)
સમુદ્ર તળિયું માપવું ઊડું વિજ્ઞાની બુધ્ધિને કદી ન જડે,
સમુદ્રના તળિયે કણ, રેતીના, માપી તળિયે નિવાસ કરે …. ૧
ઊંચો સૂર્ય નીચે હિમાલય, સૂર્ય ઊંચાઈ સામે કણ જ ઠરે,
આકાશ વાયુથી ઊંચું આગળ, પ્રભુ વેગ વિના કોઈ ગતિ ન કરે …. ર
અણુઅણુમાં સમસ્યા તારી, ઉકેલ કરવો કઠિન પડે,
એવી પ્રભુની અદ્ભૂત ઘટના, ઉકેલ પ્રભુ વિના નહિ જડે …. ૩
જુગની જૂની ગૂંચવણ જગની, તારી સમજથી ન દૂર રહે,
વિશ્વતણું સાચું સરવૈયું, જાણે અજાણ બની મૌન રહે …૪
રહેવું તુજમાં તુજથી જુદું, એવી ભ્રમણા તું દૂર કરે,
સુલભ તે છે તમારે માટે, સરળ સાચી તું જ સમજ ભરે …. પ
તુજને સાચો એક તું જાણે, અજાણ બની છતાં તુ જાતો,
ભૂલ સુધારી તુજમાં મેળવ, કેળવણી સાચી જ તું જાણે …. ૬
સૌથી મહાન શ્રેષ્ઠ જ કર્મો, ગર્વ મૂકીને તું કરતો,
ગર્વ મૂકવા સૌને શીખવે, સમજે માર્ગ સરળ બનતો …. ૭
સમુદ્રથી વિશાળ હૃદય તમારું, પ્રેમથી લાણી તું કરતો,
ઉદાર એક નથી જાડીનો, રાત-દિન ચોકી તું ભરતો …. ૮
કઠણાઈના થર ક્યાંથી આવે, પ્રભુનાં વચનો હૃદયથી સખે,
ઉત્તમ અવસર પ્રભુજી આપે, સમય ચૂકીને દૂર વસે …. ૯
જીવન-મરણનો સાચો તું સાથી, શ્વાસે સ્મરણે પ્રાણ બળે,
ઈચ્છા તારી સિદ્ધ કરીને, નિષ્ઠા અચળ બસ તુજમાં ભળે …. ૧૦
॥ ૐ ॥
🙏 જય સદગુરૂ 🙏🌸💐🕉.