॥ ૐ ॥
(રાસ)
સર્વ હૃદય વિશ્વાસમાં, પ્રભુ આવી ગયા,
એણે હર્ષના આપ્યાં દાન, હૃદયમાં હસાવી ગયા …. ટેક
ભક્તોના સૂણીને ભજન, પ્રેમામૃત પાઈ ગયા,
સૌ ભક્તોને આપી છાપ, પ્રકાશ દઈ ચાલ્યા ગયા.
॥ ૐ ॥
એના દિવ્ય સંદેશોનો નાદ, હૃદયમાં જગાડી દીધો,
એમાં ભક્તો બન્યા છે તરબોળ, મસ્તીમાં પ્રેમ કીધો.
દિવસ ધન્ય બન્યો આજનો, પ્રભુ પ્રીતિનો,
હતો અંધારામાં પ્રકાશ, પ્રભુને મળવા નો.
॥ ૐ ॥
હૃદય રહ્યું નથી હાથમાં, પ્રભુ સાથે ગયું,
પ્રાણ ચોરી ગયો શ્રીકૃષ્ણ, પ્રાણનું લક્ષ રહ્યું,
પ્રાણમાં પ્રીતિ એના નામની,જીવન સાથે ગયું,
એના પ્રાણ લઈને આપનાર, હૈયે-હૈયું મળી ગયુંં.
॥ ૐ ॥
સર્વ રદય વિશ્વાસમાં ,પ્રભુ આવી ગયા,🕉️
🌴🙏🏼 જય સદગુરૂ ,🙏🏼🌴