સાચા પ્રભુ, ગુણ ગાવાની પ્રીત ખરી

॥ ૐ ॥


સાચા પ્રભુ, ગુણ ગાવાની પ્રીત ખરી,

શુધ્ધ પ્રાણ મારા, રાખું છું ભાવ ભરી,

પ્રભુ ખેંચે એની, દિવ્યતા સાન કરી,

મારી ગતિ વધી, મળવા પ્રેમ ભરી   …. ૧ સાચા પ્રભુ

 

ગતિ વધી એમાં, શક્તિ પ્રભુએ ભરી,

જાતાં જાતાં રીત, પ્રભુની આંખ ઠરી,

બુધ્ધિ પ્રાણ ડૂબે, પ્રભુથી જાય તરી,

દૃષ્ટિ પ્રભુ પોતે આપતા, હિત ધરી  …. ર સાચા પ્રભુ

 

પ્રભુ દૃષ્ટિ મળે, ભાવિમાં પ્રેમ સહી,

એના પ્રેમ સમ, ઊજળું કોઈ નહિ,

મારા સાચા એક, પ્રભુ આવે બધું ગુંજે,

પ્રભુ સાથે રહે પ્રગટ, એમાં સઘળું સૂઝે …. ૩ સાચા પ્રભુ

 

ભાન રાખી ગાન, પ્રભુના ગાવા મારે,

દોડી દોડી  આવે પ્રભુજી, મારી વહારે,

પ્રભુ આવે મારું હૃદય, શુધ્ધ રહે,

ગુપ્ત ગેબી પ્રભુ, આગમ વાણી કહે  …. ૪ સાચા પ્રભુ

 

આવે પ્રભુ મારા, ત્રિકાળ જ્ઞાની સાચા,

એના રંગે, રંગે પાકા જ બને સાચા,

પ્રભુ વિના બીજા દૃષ્ટિમાં શોભે નહિ,

મારી વૃત્તિ, પ્રભુ સાથમાં એક રહી   …. પ  સાચા પ્રભુ

 

પૂર્ણ જ્યોતિ, પૂર્ણ ફળી, પૂર્ણ કરવા,

એનો પ્રકાશ આપી, અપૂર્ણને જાતી મળવા,

પ્રભુ મૌન બોલે સૌને પ્રભુ બોલાવે,

નીરવ શાંત પ્રભુ, ભાષા સદા દીપાવે …. ૬ સાચા પ્રભુ


॥ ૐ ॥

Leave a comment

Your email address will not be published.