સુધારો કરવા આવો પ્રભુજી

॥ ૐ ॥


સુધારો કરવા આવો પ્રભુજી, યુગનો પાળવા કોલ …. રે

જલદી પધારો મોડું ન કરતાં, હૃદયમાં વ્યથા અમાપ …. રે …. ૧

સમજ વિનાના અવળા માર્ગે, અથડાતા મૂંઝાય …. રે

ગોથા ખાતા માર્ગ જડે નહિ, આપ વિના અકળાય …. રે …. ર

મોડું થાતાં મૂંઝવણ વધશે, ભ્રમણાનો નહિ પાર …. રે

રોગ-વૃદ્ધિને વિનાશ તત્વો, દિન-દિન વધતાં જાય …. રે …. ૩

શોક મોહની આંધી આવે, ખોટાં કર્મો ઉત્પાત …. રે

રડતાં-પડતાં-ચિંતા કરતા, દીનના અન્ન ઉચ્ચાર …. રે …. ૪

અન્ન વિનાના ભૂખ્યા માટે, રસ્તો વિકટ જણાય રે …. રે

પીડિતની રક્ષાની ખાતર, આપ કરો આવી સહાય …. રે …. પ

દુઃખી, સંપત્તિ-સાધનવાળા, વિપતિ સાધનહીનને …. રે

દેશ-પરદેશ ફરીને થાક્યા, મહેનત કરે છતાં નિરાશ …. રે …. ૬

ગરીબ ભાવ ઘટવાની આશે, રાહ જોઈને થાકે …. રે

ભાવ વધે ને ધનના વાંધા, સાંધા તેના ન થાય રે …. રે …. ૭

હાય હાય બળતરા વધતી, સાંભળી મતિ મૂંઝાય …. રે

મગજ સ્થિરતા શાણા ગુમાવે, ભ્રમણાનો નહિ પાર …. રે …. ૮

સજ્જન જનને સારું કરવા, ઉત્તમ કર્મમાં વિધ્ન …. રે

સારું તંત્ર સૌને સમજાવી, સદ્‌બુદ્ધિ દો ભગવંત …. રે …. ૯

મેળવણીએ માઝા મૂકી, જયા-ત્યાં મિશ્રિત કર્મ …. રે

દવા મોંઘી ને દામ ખરચવા, શુદ્ધ મળે નહિ માલ …. રે …. ૧૦

આંખ તણા ઈશારે પ્રભુજી, બદલવું આપને સહેલ …. રે

આવો વહાલભરી હૈયામાં, બચાવો સૌની લાજ …. રે …. ૧૧


 ॥ ૐ ॥

SUDHARO KARAVA AAVO PRABHUJI…

સુધારો કરવા આવો પ્રભુજી, યુગનો પાળવા કોલ …. રે

Leave a comment

Your email address will not be published.