સુરતા હાલી રે ગુરુજીના દેશમાં

॥ ૐ ॥


સુરતા હાલી રે ગુરુજીના દેશમાં …. રે

નિર્ભય નિશાનો અદ્‌ભૂત લક્ષમાં …. રે…. ૧

દિલમાં ધ્રુજારો થઈ ગયો કાળને …. રે

ગુરુ વિશ્વાસે પાર્વતીના પ્રાણ …. રે…. ર

પ્રાણની પ્રીતિમાં લક્ષ છે સ્થિર​તા …. રે

હૃદય જેનું ગુરુજી રંગમાં તરબોળ …. રે…. ૩

અચળ નિર્ણય, વૃત્તિ દૃઢ નિર્મળી …. રે

આવી વિભૂતિ શક્તિ છે અમાપા …. રે…. ૪

જુગનો જૂનો રે જાગી એક આવીયો …. રે

ઉત્તર દિશાનો હંસ સત નિર્વાણ …. રે…. પ

જ્યોતિ પ્રકાશે મોતી જેણે વીંધિયુુ  …. રે

સાચો અનાદિ જ્ઞાનતણો ભંડાર …. રે…. ૬

લૂંટાવી દીધું રે બધું જેણે પ્રેમથી …. રે

કળા બતાવી શિખરે વસનાર …. રે …. ૭

અંધારું વધ્યું છે ભયંકર અજ્ઞાનનું …. રે

સાચી વાતમાં સાક્ષી નહિ થનાર …. રે…. ૮

પૃથ્વી રડતી જાઈ આંસુ લૂછવા …. રે

અવનિ આવ્યો દિલડાનો દાતાર …. રે…. ૯

તેજ રે વરસાવે અમીની આંખડી …. રે

ગર્વ ભરેલી સત્તા ઓગળી જાય  …. રે…. ૧૦

હરખ-શોક નહિ આવે જેની પાસમાં  …. રે

એવો ઊજળો જીવનનો પ્રભાવ  …. રે…. ૧૧

જાગૃત બનીને ઉપાધિ છોડજા  …. રે

પછી પસ્તાવું નકામું ગણાય …. રે…. ૧ર

ઊંચું ને નિર્દોષ અવિનાશી ધામ છે  …. રે

વિનાશી જગનો ખોટો છે શણગાર …. રે…. ૧૩

સમય સારો છે સમજીને ચેતજા …. રે

નીરવ શાંતિની લાવ્યો ઊંડી સાન …. રે…. ૧૪

ચાર વેદ વાણીના બતાવે છે ભેદને …. રે

પાંચમો તે સાન વેદ ગણાય  …. રે…. ૧પ

પૂર્ણતા આપીને મેળવી પૂર્ણમાં  …. રે

જાગે સુરતા સમજા સત્ય મુકામ  …. રે…. ૧૬


॥ ૐ ॥