સૂનો આ કનૈયાની, બંસરીમાં પ્રેમ છે
ધ્યાન તેનું, ધરજો સદાય રે
સાંભળશો, કનૈયાની બંસરી…. ટેક્
વૃત્તિ તલિન્ન થશે, બંસરીના નાદમાં
સુઝશે આગમ-નિગમ વાત રે…..સાંભળશો
નવ જાવું બદ્રી-કેદારનાથ યાત્રા
દિલ્હી કે ગંગાને નીર રે…સાંભળશો
ભીતર બહાર તમે ક્રૃષ્ણને દેખાશો
જાવા જરુર નથી ક્યાંય રે . સાંભળશો
નથી જન્મ તમારો, જગત રીઝવવા
પ્રભુ રીઝવવાનું ,કામ રે… સાંભળશો
સાચો શણગાર, પ્રભુભક્તિમાં પ્રેમ છે
થાશે સાચું કલ્યાણ રે..સાંભળશો
ઉજ્જવળ જીવનથી, દુ:ખ સદા ભાગશે
પાપ ન રહેશે, તલભાર રે. સાંભળશો
સહુ ભક્તો દિવ્ય દષ્ટિ માગે છે શામળા
તારું તને સોપીં દઉં તમામ રે. સાંભળશો
જય સદ્ગુરુ 🙏🌺🌹🕉