હરિ નામની અદ્‌ભૂત શક્તિ

॥ ૐ ॥

(પ્રભુના નિયમથી વિરુધ્ધ વર્તન એના જેવું એકે પાપ નથી. પ્રભુ નિયમોનું પાલન સમજીને કરાય, એની અંનદર ત્રણે કાળમાં પાપ રહી શકતું જ નથી.)

(રાગ : કલ્યાણ, જૈજૈવંતી ગરીબી)

        


 

હરિનામની અદ્‌ભૂત શક્તિ, પાપો સઘળાં હરણ કરે,

વિશુધ્ધ બનાવી સર્વે પ્રાણીને, પ્રેમથી સૌનું કલ્યાણ કરે …. ૧

સત્યના માર્ગે વાળવા  સૌને, સતત જાગૃત પોતે રહે,

પ્રભુ આજ્ઞાથી ઊંધા ચાલે, સ્વભાવ દોષથી દુઃખ રહે …. ર

શરણ પ્રભુનું અમૂલ્ય ગણાયે, સમજે છતાં સ્વીકાર નથી,

હૃદયમાં રાખવા એક જ પ્રભુને, પ્રભુમાં કોઈ વિકાર નથી …. ૩

નિર્દોષ પ્રભુજી આપણા ખાતર, રક્ષક બનીને ચોકી કરે,

પ્રભુથી વિમુખ બન્યા તેને, શોક-મોહ ઉપાધિ ખરે …. ૪

ઉપાધિ હરે ને શાંતિ આપે, મંગળદાયક પ્રભુનું નામ,

પ્રભુને ભૂલી આશા-તૃષ્ણાથી, હેરાન હાથે બનતા તમામ …. પ

શીતળતા પ્રભુ  નસમાં ભરવા, કામના સંકલ્પ ત્યાગ કરો,

ઈચ્છાશક્તિ પ્રભુની બળવાન, વાસના ત્યાગી ધ્યાન ધરો …. ૬

પ્રભુ  સઘળે વ્યાપક રહેતા, પડદો ગર્વનો કાઢી જુઓ,

દેહનો સદાય નાશ થવાનો, પ્રભુજી અવ્યય પૂર્ણ જુઓ …. ૭

પૂર્ણની આજ્ઞા પૂર્ણ બનાવે, વિશ્વાસ ધારણ સત્ય કરો,

દગો પ્રભુજી કદી ન કરશે, અમર ભાવથી જરૂર તરો …. ૮

પ્રભુને મળવા હરખ અતિશે, ભક્તિની ભરતી સદાય રહે,

ઓટ નહિ તો ખોટ ન આવે, વૃત્તિ પ્રભુમાં ચોંટી રહે ….. ૯

પ્રભુના લાભથી બીજા કોઈ, અધિક લાભ કદી જ નથી,

પ્રભુના બનીને પ્રભુમાં રહેવું, સાર્થક જીવન બીજું નથી … ૧૦

 


॥ ૐ ॥

 

પાન નં :- 125 હરિ નામની અદભુત શક્તિ ,
જય સદગુરૂ 🙏🌸💐🌷🕉

Leave a comment

Your email address will not be published.