|| ૐ||
હરિ હરિ બોલ, આનંદે ડોલ, પ્રેમ ધરીને હરિ હરિ બોલ. ( ધૂન )
હરિ હરિ બોલ, આનંદે ડોલ (ધૂન)
હરિ હરિ બોલ, આનંદે ડોલ, પ્રેમ ધરીને હરિ હરિ બોલ. …. ટેક
ભક્તિભાવોનો ઉત્તમ બોલ, શ્રધ્ધા વિશ્વાસે તેને તોલ. ….
શ્વાસે રટન કર પ્રાણનું મૂળ, પ્રભુ પ્રસન્ન થતાં સુધરે ભૂલ. ….
સંયમ પ્રાણથી ભક્તિનો ફાલ, ખર્ચે ખૂટે નહિ, ચમકે ભાલ. ….
મન-બુદ્ધિ, સ્થિરતાનો ખ્યાલ, પ્રભુ પ્રસન્ન થતાં કરી દે ન્યાલ. ….
સમતા, યોગ અચળ અડોલ, નિર્મળ વાણીમાં અમૃત બોલ. ….
વિવેક, વૈરાગ્ય જ્ઞાનથી ખોલ, હૃદયમાં આવે પ્રભુનો કાલ. ….
પાલન કરવા પ્રભુના બોલ, તેની સમજનો સાચો તોલ. ….
અભયતા સમજે ભયનું પોલ, ભયનો ખોટો વાગે ઢોલ. ….
પ્રભુ શરણમાં નિર્ભય તાલ, અમર પ્રભુ છે પૂર્ણ વિશાલ. ….
વેર તજાવી કરાવે વહાલ, અદ્ભૂત પ્રભુ શક્તિનો ખ્યાલ. ….
નિંદા સ્તુતિનાં સરખાં મૂલ, મૌન રહી નવી ગર્વથી ફૂલ ….
દેહની અહંતા મમતા મેલ, આશા તૃષ્ણાનો ખોટો ખેલ. ….
કામ, ક્રોધ લોભથી બને બેહાલ, નરક પહોંચાડે એની ધમાલ ….
એક જ પ્રભુમાં એકતા ત્રિકાળ, એનો સમર્પણ સાચો ખ્યાલ. ….
અંતર દૃષ્ટિના પ્રભુ વિશાળ, સત્યના પંથે એ પ્રતિપાળ. ….
|| ૐ ||
હરિ હરિ બોલ, આનંદે ડોલ, પ્રેમ ધરીને હરિ હરિ બોલ. ( ધૂન )