હે શ્રીકૃષ્ણ પરમ કૃપાળુ

॥ ૐ ॥

(રાગ : જૈજૈવંતી  કલ્યાણ ગરબી)

(ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણે કાળના જ્ઞાનને સાચી સમજ તારી હોવાથી યુગનો જૂનો તું જ જગદ્‌ગુરુ છે એ સ્પષ્ટ આપે શ્રીમુખે ગીતામાં દર્શાવ્યું છે. એ  શ્રીકૃષ્ણને જ જગદગુરુ તરીકે માનીને જ આ પ્રાર્થના કરવાની છે. એમાંથી જરૂર પ્રકાશ અને શાન્તિ શીધ્ર મળે છે.)

        


હે શ્રીકૃષ્ણ પરમ કૃપાળુ,

પૂર્ણાનંદ તું એક પ્રભુ,

સર્વજ્ઞ, સર્વશ્વર સાચા,

હૃદયેશ્વર પ્રેરક તું વિભુ -૧

                                                ભક્તિયોગ તપ તેજે પ્રકાશે

                                                પ્રાણશક્તિ સત્‌ તું આપે,

                                                રક્ષા તારી ક્ષણ નથી હઠતી,

                                                સિદ્ધ કર્મ શુદ્ધ તું જ છાપે – ર

તારી હાજરી પડદો હઠાવી,

પ્રત્યક્ષ કરવા પ્રગટ કરે,

કદી અજ્ઞાન નહિ ટકશે,

જ્ઞાન પ્રકાશ તું ઠાંસી ભરે – ૩

                                                વાણી વર્તનમાં સમજ તમારી

                                                અડગ અવિચળ ઘાટ ઘડે,

                                                તારો ઘાટ કદી નથી તૂટતો,

                                                સફળ વિજય, નહિ વિધ્ન નડે – ૪

મન બુદ્ધિમાં તારી કળાનો,

નિશ્ચય નિર્ણય સમજ પડે,

અખંડ આનંદ કદી નહિ હઠશે,

મન-પ્રાણ બાંધ્યા તુજ તાર વડે – પ

                                                અમૂલ્ય ભાવથી તારા શરણે,

                                                શ્વાસને તુજ સાથે જ ગમે,

                                                લક્ષ ને દૃઢતા તુજમાં સ્થિર છે,

                                                મોહ, શોકમાં તે નહિ જ ભમે – ૬

એક જ નિષ્ઠા તુજમાં રહેવું,

વૃત્તિનો દોર નિત્ય અમર કરે,

ભય પછી નથી રહેવાનો,

ચોક સતત તારી કેમ ડરે – ૭

                                                તારા બળથી તું જ જિવાડે,

                                                પાછું ડગલું નહિ જ ભરે,

                                                હિંમત તારી પ્રેમથી આપે,

                                                અભય અમલથી બધાં જ તરે – ૮

જગદ્‌ગુરુ તું યુગનો જૂનો,

યુગેયુગે તું સુધારો કરે,

તારો અમર બોધ જ તારે,

ગીતાનાં વાક્યો નહિ જ ફરે – ૯

                                                મહર્ષિ સાત, ચાર સનકાદિક,

                                                તેનો આદિ તું જ ખરે,

                                                એના યોગક્ષેમ રક્ષા તારી,

                                                સહાય સાચી તું જ કરે – ૧૦

તારા  સ્વરૂપને તું જ જણાવે,

તુજને ત્યારે જ જાણી શકે,

તારા ધામમાં રાખ તું પોતે,

કોઈ નહિ જ હટાવી શકે – ૧૧

                                                તારી ને મારી પ્રભુ પ્રીતિ જૂની,

                                                તુજને ભૂલું તે ભૂલો બધી,

                                                ધ્યાન રાખીને તું નહિ ભૂલતો,

                                                મેળ મેળવી કર તું સંધિ – ૧ર

 


॥ ૐ ॥

 

પાન નં :- 117, હે શ્રી ક્રષ્ણ પરમ કૃપાળુ , પૂર્ણાનન્દ તું એક પ્રભુ …
જય સદગુરૂ 🙏🌹🌸🌻🙏

Leave a comment

Your email address will not be published.