હે હરિ અનાદિ કાળથી

॥ ૐ ॥


(રાગ : કલ્યાણ જૈજૈવંતી ગરબી)
હે હરિ અનાદી  કાળથી સુંદર, તારી સુંદરતા હૃદય સુંદર કરે,
અખંડ ભક્તિ છે હૃદયની શોભા, હૃદય તું પોતે નિવાસ કરે …. ૧
વિશ્વાસ તારામાં અચળ રાખવો, તેમાં અશ્રધ્ધા કદી ન રહે,
ભ્રમણા હૃદયથી દૂર જ કરીને, સાચું શરણ તમારું નિશ્ચય રહે …. ર
હૃદયમાં કૂડકપટ, શ્રુંગારો(શણગાર) સદાય ભસ્મ બની જા જશે,
તમારી શક્તિથી એવું બનાવો જાગૃત હૃદય વિશાળ થશે …૩
સુધારો કરીને વિશુધ્ધ બનાવો દિવ્ય પ્રકાશને પ્રેમ ભરો,
એમાં ખોટ પ્રભુ નથી તમને જીવન સંયમી સુંગધી કરો …. ૪
રાગદ્વેષનો અંધકાર ખોટો, તારો પ્રકાશ ઘણો મોટો,
જ્ઞાન દીવાથી કરીને દિવાળી ઉત્સવ ઊજળો નથી જ જાટો …પ
શરીર શણગાર વસ્ત્રથી કરીને, આનંદ માની દિવાળી કરે,
તમારી જ્યોતથી સાચી દિવાળી, સત્ય તમારો પ્રકાશ ભરે …૬
મન-બુદ્ધિના વાદો મલિનતા ટાળીને પ્રજ્ઞાવાન કરો,
સૂક્ષ્મ  હિતકર બોધ બેંસાડો  અવળી સમજને દૂર કરો …. ૭
કરતા કલ્યાણ  આપ પ્રભુજી  છતાં અકર્તા બની રહેતા,  
ગર્વ તજવા બોધ જ આપો, આપનું પ્રાણબળ રહો ભરતા …. ૮
શ્વાસેશ્વાસે સ્મરણ તમારું  શાંતિથી સ્થિરતા એવી ભરો
કરમાતું હૃદય આપથી ખીલતું, નસ નસ ભક્તિ ઠાંસીને ભરો …. ૯


 

॥ ૐ ॥

 

HE HARI ANADI KAL THI SUNDAR

Leave a comment

Your email address will not be published.