હે હરિ સુંદર

॥ ૐ ॥

(વ્યાપક પરમાત્માની હાજરી પ્રત્યક્ષ જ છે ! એમ તમારી અંદર પણ છે જ. દરેકના હૃદયમાં પ્રેરણા આપનાર સદા-સર્વદા પ્રત્યક્ષ જ છે. સત્ય અને શિવ બેની દિવ્ય કળાની રચના કરીને સુંદર સ્વરૂપે પ્રત્યક્ષ પ્રગટપણું બતાવે છે.)

(શિવ-કલ્યાણ)

(રાગ : કલ્યાણ, જૈજૈવંતી ગરીબી)

        


 

હે હરિ સુંદર ! હે હરિ સુંદર !

દિવ્ય કળામય અમર કરે,

અચળ શક્તિને સતથી ચલાવે

તારક સૌનો તું જ ખરે …. ૧

                               પૃથ્વી વનવન ઊંચા પહાડો

                                શિખરો ક્ષણક્ષણ બોધ કરે,

                                સરિતા-સાગર ઉન્નત ગંભીર

                                 મહાભાવ શુભ ભાવ ભરે…. ર

અચળ કૃતિઓ, અચળ વૃત્તિઓ

મુક્ત હાસ્ય ને વિશેષ ગતિઓ,

અખંડ સ્મૃતિઓ ત્રિકાળ સતીઓ

જ્ઞાન ધ્યાનની સમજ ભરે …. ૩

                                સૂર્ય-ચંદ્રને તે જ તું આપે

                                વાયુ આજ્ઞાએ ગતિ જ કરે,

                                જળ વર્ષોથી અનાજ પકવે

                                ગર્વ છોડી સૌ કાર્ય કરે …. ૪

અગ્નિથી જે ગાડી ચલાવે

વીજળી વેગથી કાર્ય કરે,

એ સૌમાં પ્રભુ શક્તિ આપની

દિવ્ય પૂર્ણથી પૂર્ણ  પરે …. પ

                                આનંદમય કૃતિ ગુણની ભરતી

                                સુખમય શાન્તિની સમજ ભરે,

                                મહાન સૌથી તુજ ગણાયે

                                અક્ષય અનાદિ સાન કરે …. ૬

તારી કૃતિઓ જાદુભરેલી

હૃદયમાં પ્રેમાનંદ ભરે,

સ્વાર્થ મૂકીને સૌના હિતનાં

દિન-રાત એક તું કાર્ય કરે …. ૭

                                પરમ ભાવનો, મધુર ભાવનો

                                દિવ્ય દૃષ્ટિમાં અમૃત ભરે,

                                એક સનાતન સદાય નિર્મળ

                                નિર્ભય બળવાન પ્રાણ ખરે …. ૮

સદાનંદ તું, પરમાનંદ તું

 પૂર્ણાનંદ  પ્રભુ દાન કરે,

સજીવન વિદ્યા પ્રભુની સાચી

કલ્યાણ સૌનું સદાય કરે …. ૯

 


॥ ૐ ॥

 

HE HARI SUNDAR HE HARI SUNDAR
પાન નં :- 119, હે હરિ સુંદર ! હે હરિ સુંદર !
જય સદગુરૂ 🙏🌹🌻🌸🕉

Leave a comment

Your email address will not be published.