તને માયાવી રંગનું પૂર ચડ્યું

તારું ઉત્પન્ન કરેલું દુ:ખ તને નડ્યું;

તારે હાથે બંધાણો તું કર્મ કરી,

હજી થાક્યો નહિ તું પાપો ભરી.

સુખ વહેંચીને તેં તો, દુ:ખ લીધું,

જનેતાને લજાવવાનુ તે કામ કીધું;

વિષયભોગમાં જીવન નષ્ટ કર્યું,

ઇષ્ટ દેવનું ધ્યાન કદી ન ધર્યું.

વસે વાસ વિભુ જળમાં, સ્થળમાં,

ઊંચે આકાશ, વાયુ ને પર્વતમાં;

કોઇ સ્થળ પ્રભુ વિનાનું ખાલી નથી,

તેને ભૂલી ગયો કર યાદ વિચારથી.

જેણે સુર્ય-ચન્દ્ર્ને તેજ આપ્યું,

કરી વ્રુષ્ટિ ને અન્નથી દુ:ખ કાપ્યું;

અનંત જાત વનસ્પતિ પેદા કરી,

એવા દયાળુની લીલા ન્યારી ખરી.

મહાસાગરમાં જેણે મોતી કર્યા,

અનેક જીવ સમુદ્રની માંહી બન્યા;

તેમાં પ્રાણસંચાર શી રીતે કર્યો,

તેનો પ્રાણસંચાર શી રીતે કર્યો,

તેનો ભેદ દેવ ઋષિને ન જડ્યો.

વિધવિધ જાતનાં પશિ બનાવ્યાં ઘણાં,

તેના રંગરૂપમાં રાખી નથી કાંઇ મણા,

દરેક પક્ષી ની બોલી નવીન કરી,

તર્ક કરતાં ત્યાં બુધ્ધિ જાય ફરી.

જેને નેતિ નેતિ વેદ કહે,

જેનો પાર કવિ નવ પામી શકે;

એવા વિશ્વનાં પાલક માતા- પિતા શકે;

તેના હુકમથી તમે રહેજો બીતા.

ક્ષણ એકમાં રચના જગતની કરી,

ઇચ્છાશક્તિથી દોરીસંચાર કરી;

શ્વાસેશ્વાસે ભજન કર, તો જાશે તરી,

થાકી જવાનો તું તો ચોરાસી ફરી.

સારાં કામ વિવેકથી નવ કીધાં,

ગરીબને ન હાથથી દાન દીધાં;

તારે રોમરોમ તો પાપ ભર્યુ,

તૃષ્ણા રાખીને કાળું તેં મુખ કર્યું.

કોઇ સત્સંગ કરવાની વાત કહે,

તેની સામે તો મુખ મરડીને રહે;

ધન કેમ મળે તેની વાત કરો,

ભજન કરવાની વાતથી મૌન રહે.

હજી કામ કરવાનાં ઘણાં છે બાકી,

વ્રુધ્ધ થાશું ત્યારે અમે જાશું થાકી;

લેશું હાથમાં માળા ત્યાં પડી જશે,

એવા જીર્ણ શરીરથી કાંઇ ન થશે.

ગુરુદેવનાં વચન પર વિશ્વાસ લાવે,

ફેરો ફોગટ મટશે ને અંત આવે;

હવે તજી ઉપાધિ પ્રભુ ભજી લે,

બને તેટલાં સારાં કર્મ કરિ લે.

સુખ્- દુ:ખમાં નિર્ભય રહેજે,

પ્રભુ આજ્ઞા માનીને, શિરે ધરજે;

સહુ ભક્તો પર દયા ગુરુજી કરશે,

મીઠાં ભક્તિનાં અમૃત ફળ મળશે.

TANE MAYAVI RANG NU PUR CHADYU…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *