રાધા -કૃષ્ણનું પ્રેમથી ધ્યાન ધરો

રાધા -કૃષ્ણનું પ્રેમથી ધ્યાન ધરો

રાત દિવસ તેમનું સ્મરણ કરો. …રાધા -કૃષ્ણનું

સાચા સંતનો સત્સંગ થાશે જ્યારે,

મળશે પ્રભુજી પાળશો વચન ત્યારે…રાધા -કૃષ્ણનું

મોહ-મમતાથી જ્યારે મુક્ત થશો,

ત્યારે અંધારાને તમે છોડી જશો. …રાધા -કૃષ્ણનું

દિવ્ય જ્યોતિ પ્રકાશ અખંડ રહે,

તેના અનુભવી સાચું સુખ લહે. …રાધા -કૃષ્ણનું

થાય વાસના નષ્ટ મલિન સહું,

ત્યારે પ્રગટે પ્રભુજીમાં પ્રેમ બહુ. …રાધા -કૃષ્ણનું

જગનાં કામો કરતાં પ્રભુ નવ ભૂલો,

સોંપો અદભૂત ગ્યાનને મનનો ઝૂલો.. રાધા -કૃષ્ણનું

નિમ્ઁળ દ્રષ્ટિથી વિશ્વમાઁ દર્શન કરો,

ત્યાગી અહંકાર જગતમાંહી ફરો. …રાધા -કૃષ્ણનું

વિભુ અખંડ ભક્તિ આપો તમે,

સહુ ભક્તોને તમારા વિના ન ગમે. …રાધા –કૃષ્ણનું

રાધા -કૃષ્ણનું પ્રેમથી ધ્યાન ધરો

Leave a comment

Your email address will not be published.