વ્હાલા લાગે છે મને, ક્રૃષ્ણચંદ્ર દેવતા
મળવાને હ્રદય, લલચાય રે…..
શ્રીક્રૃષ્ણને કાજે ઉજાગરા … ટેક
ભુલાય ન ક્રૃષ્ણ પ્રભુ , દિવસ કે રાતના,
અંતરમાં આપજો ,પ્રકાશ રે. શ્રીક્રૃષ્ણને
ભૂલા પડેલા અમે, માનવી અજ્ઞાન છીએ,
આપો અમને ખરેખરું ,જ્ઞાન રે…શ્રીક્રૃષ્ણને
વિધા, બળ બુધ્ધિ, પ્રભુ ઝાઝેરા આપજો,
નામ આપનું કદી ન, ભુલાય રે. શ્રીક્રૃષ્ણને
પતિત તોય પ્રભુ ,તમારાં ગણજો,
બીજા હીન કોની પાસે, જાય રે! શ્રીક્રૃષ્ણને
સત્સંગથી હીન, ને વિવેકરહિત છે,
ભક્તો પર રાખજો, પ્રીત રે..શ્રીક્રૃષ્ણને
જય સદ્ગુરુ 🙏🌹🕉