શ્યામ વિના આજ મારા ,સૂનાં મંદિરિયાં
ભક્તિ વિના, ભય નવ જાય રે,
પ્રભુજી જલદી પધારજો.. ટેક
માયાના બંધનથી, બહાર તમે કાઢજો,
વિનંતી કરું છું જોડી હાથ રે. પ્રભુજી જલદી પધારજો ….
તમારા પધારવાથી આનંદ વ્યાપશે,
નયનમાં નિહાળું દિનરાત રે. પ્રભુજી જલદી પધારજો ….
કામ ક્રોધ, લોભ થકી, અમને બચાવજો,
ધીરજ ધરીએ આઠે યામ રે. પ્રભુજી જલદી પધારજો ….
જીહવામાં શક્તિ, તમે નિમઁળ આપજો,
તમારા ગુણ નિત્ય ગવાય રે..પ્રભુજી જલદી પધારજો ….
ભાગવદ, રામાયણ ને ગીતાના નિયમો,
સમજીને પાળીએ તમામ રે. પ્રભુજી જલદી પધારજો ….
કાન થકી વાણી, તમારી સાંભળીએ,
હ્રદયમાં શાંતિ, સામ્રાજ્ય રે…પ્રભુજી જલદી પધારજો ….
જ્યાં જ્યાં ચાલીને જાવું પડશે અમારે,
દીપક ધરીને ,રહેજો સાથ રે.પ્રભુજી જલદી પધારજો ….
સહુ ભક્તો પ્રભુના ,દાસ તણા દાસ છે,
ઈશ્વર ને સોપ્યું તમામ રે…પ્રભુજી જલદી પધારજો ….
જ્ય સદ્ગુરુ 🙏💐🕉