આવો આવો હે ભગવાન, તમને બોલાવે તમ દાસ.. (૨)ટેક
ઉજ્જવળ હ્રદય નિવાસ તમારો, પ્રપંચીને માર્ગ ન સુઝવનારો;
બ્રહ્મનિષ્ઠ ગુરુની સમજણથી, તમે આવો દાસની પાસ. .. આવો
માય સઘળે દ્રષ્ટિમાં દેખું, માયાપતિ વિણ અંધારું લેખું;
અનેક યુગતણું તમ હરવા, આવો જ્ઞાનસ્વરુપ લઇ ખાસ. આવો
માયા અમને ખૂબ ભુલાવે, નિત્ય નવીન તે રંગ બતાવે
ઠગારી લોભ દઇ લલચાવે, આપનાં દર્શન વિન છે ત્રાસ…આવો
ધ્યાન તમારું બેસું ધરવા, આવે વગર બોલાવે નડવા;
અનેક યોગીને ચલિત બનાવ્યા, બતાવી અવળા માર્ગનો ભાસ્. …આવો
ગર્વ ધરીને છુટ્વા ધારું, ઉગારવાનું નવ મળે બારું;
ઉલટા દ્વેષતણાં ફળ ખાધાં, ડૂબતા માયામાં થઇ નિરાશ. …આવો
પરમ પ્રિય પ્રભુ આપ છો પ્યાર, નયન થકી ન રહેશો ન્યારા;
જળસ્થળ આકાશે નિહાળુઁ, પ્રભુજી, આપ તણો પ્રકાશ. ..આવો
બુધ્ધિ સૂક્ષ્મ આપો અમને, ક્ષણ પણ અમે નવ ભૂલીએ તમને;
સમતા સદગુણ હ્રદયમાં રાખી, રહીએ હંમેશાં તવ પાસ. ..આવો
મારું માન્યું તે સૌ તમારું, લઇ લો પ્રભુજી સઘળું અમારું;
સઘળા સ્થળમાં આપને દેખું, બતાવો દિવ્ય જ્યોતિ પ્રકાશ. …આવો
સુર્ય-ચઁદ્રમાં તેજ તમારું, આપનું તેજ અધિક છે પ્યારું;
આત્મભાવ હ્રદયમાં જગાવી, દેહાધ્યાસ મટાડો ખાસ. …આવો
ખટકો ખાસ હ્રદયમાં રાખી, આવો જલદી કરાવો ઝાંખી;
પાછા દર્શન દઇ ન ભાગો, મુકાવો માયા મોહનો ત્રાસ. …આવો
રહેવું અમારી પાસે તમારે, નિણઁય કાર્યના શુભ વિચારે;
સઁશય સઘળા હ્રદયના ટાળી, કરજો જ્ઞાન તણો વિકાસ.. આવો