આવો આવો હે ભગવાન

( પતિતોને પાવન કરનાર )

આવો આવો હે ભગ​વાન, અમને તુજ દર્શનની આશ,

વિશ્વમાં વ્યાપક આપ વિભુ છો, હ્રદય મહીં અમ પાસ તમે છો;

જીવન કામ્-ક્રોધથી કાળું કરજો, ઉજ્જવળ આપી પ્રકાશ. ..આવો  આવો

જન્મ ધરીને પ્રભુનું ખાધું, હરામી થઇ પ્રભુ ન આરાધું;

તમારા ગુણ તણો નહિ પાર, અમારા દુગુૅણ કરજો નાશ. આવો આવો

વિધા, બળ, બુધ્ધિ નથી મારાં, તે તો આપેલાં છે તમારાં;

મન ને પ્રાણ ગણ્યાં મેં મારા, તે ભૂલથી કીધો વિનાશ. ..આવો આવો

વાસના મલિન ભરી છે તનમાં, કીધાં પાપો વિકારી વિષયના;

ફુલી અભિમાનનાં ઝાઝાં, કીધાં કર્મો દુ:ખનાં ખાસ.  આવો આવો

સુખ ગણ્યું સંસારમાં સાચું, પ્રેમ ઘડીકનો તેમાં રાચું;

કણ સુખ સાટે, મણ દુ:ખ લીધું, બુઝાવો અમ્રૃત આપી પ્યાસ. ..આવો આવો

જ્ઞાન, ધ્યાન, ન વેવિક વિચારો, શમદમ સાધનહીન લ​વારો;

શક્તિ આપો ભક્તિ કરવા, દયાળુ જાણીને તવ દાસ….  આવો આવો

શત્રુ મિત્રમાં ભેદ ગણીને માન- અપમાને આસક્ત રહીને;

મોહ્, શોક તણાં વિષ પીધાં, રગેરગ વર્તી રહ્યો છે ત્રાસ….  આવો આવો

સર્વ શક્તિમાન પ્રભુ છે, દર્શનમાહીં સુખ ભર્યું છે;

એવી સમજણ અમને ન આવી, તેથી માયાએ કર્યો ગ્રાસ….   આવો આવો

થાયે સ્મરણ પ્રભુજી તમારું, પતિતોને પાવન કરનારું;

અતંરદ્રષ્ટિથી ધ્યાન ન ચુકીએ, આપો અભય અમને પાસ…. આવો આવો

શ્રધ્ધા અચળ ગુરુ સંત ચરણમાં ભજન ન ચુકીએ દેહ મરણમાં;

વિશુધ્ધ પ્રેમ ભરો રગેરગમાં,સ્વપને માયાનો ન​વ ભાસ….  આવો આવો

સ્થળ નથી આપ વિનાનું ખાલી, તમારો સમજી લેજો સંભાળી;

બૂડ્તા જાશો લાજ તમારી, અમારી અરજી રાખજો પાસ….  આવો આવો

કળકળતા છે હ્રદયની અરજી, કહેવા બીજાને નથી મરજી;

દયાના સાગર દીન દયાળું, અમને એક તમારી આશ…..આવો આવો

નિરાશા સઘળે સ્થળે જોતાં, નયનો દર્શન વિના રોતાં;

પ્રેરણા સત્ય હ્રદયમાં જગાવી, કરાવો કર્મો શુભ પ્રકાશ….. આવો આવો

સહુ ભક્તો દર્શનના પ્યાસી, પ્રભુભક્તિ વિના રોજ ઉદાસી;

સતચિત આનંદ સાગર ઊછળે, અમને એ જ ખરી અભિલાષ. ..આવો આવો

પાન નં :-37 આવો આવો હે ભગવાન , તમને બોલાવે તમ દાસ .
જય સદ્ગુરુ 🙏🌺🕉

Leave a comment

Your email address will not be published.