ગુરુદત્ત બોલ- ગુરુદત્ત બોલ ,ગુરુદત્ત બોલ ,ગુરુદત્ત, બોલ્
મનને સ્થિર કરી ગુરુદત્ત, બોલ- ગુરુદત્ત, બોલ ગુરુદત્ત, બોલ
ગુરુદતે અવધૂત ગીતા બનાવી, હૈયે ધરો મુઢતાને હઠાવી
લક્ષ લેજો, શબ્દનો કરી તોલ; ગુરુદત્ત બોલ
ચોવીસ ગુરુ કરી સમજણ લીધી સદગુરુ ક્રુપાએ અસ્મિતા ત્યાગી
આત્મબોધનો સાચો બોલ, ગુરુદત્ત બોલ
ત્રણ ગુણ જેને, બંધન લાગ્યા, તે છોડી, અવધૂત બની, જાગ્યા
અજપા જપવા આપ્યો છે કોલ, ગુરુદત્ત બોલ
સુખ દુ:ખ સમ ગણી, કરો સેવા, ઉત્પતિ વાદળ વીખેરી લેવા
જ્ઞાનનો પ્રગટાવ્યો, દીપક અણમોલ ગુરુદત્ત બોલ
માન-અપમાનને દીધાં ત્યાગી. કામ-ક્રોધ, લોભ ગયા, સૌ ભાગી
તપમાં ધરી અહિંસા તોલ, ગુરુદત્ત બોલ
ગુરુ પર પાક્કી નિષ્ઠા રાખો, પાપો સઘળાં બાળી નાખો
જ્ઞાન કૂંચીથી હ્રદયને ખોલ, ગુરુદત્ત બોલ
પરદુ:ખ દેખી, પીડા જાગી, એવા ગુરુ દયાળુ, ત્યાગી
ભજનમાં મસ્ત બની તું ડોલ, ગુરુદત્ત બોલ
જય સદ્ગુરુ 🙏🌺🕉