બ્રહ્માનંદ શાંત મુદ્રાવાળા યોગી રે
પ્રસન્ન સાૈને બનાવતા રે …જી ટેક
શોક ને સંતાપે, જેણે વ્રુતિ ન બગાડી
લોભ ને લાલચ મૂકી, ભ્રમણા નસાડી
તપ, યોગ, તેજ સાથે જેનો પ્યાર રે
ભ્રહ્માનંદે વ્રુતિ લીન છે રે જી …બ્રહ્માનંદ
તપસિધ્ધ, યોગસિધ્ધ, કર્મો શુભ કીધાં,
સતવાણીથી સૌને વશ કરી લીધાં,
રાખ્યું તેણે અમર જગમાં નામ રે
સિધ્ધ વચને કરતી કામને રે જી. બ્રહ્માનંદ
સૂક્ષ્મ બુધ્ધિ જેની, દ્રઢતા ભરેલી
સંયમી વ્રુતિ તેની, જ્ઞાનને વરેલી
ચુકે નહિ વિવેક ને વૈરાગ્ય રે
પચાવ્યો સાગર જ્ઞાનનો રે જી ..બ્રહ્માનંદ
એકતાનો સાદ તારો ગગન ગજાવે
બ્રહ્મનો નાદ તારો, જંજાળો મુકાવે
ગાળી દે ગર્વનાં સમૂળા કામ રે
દિવ્ય દ્રષ્ટિ અમ્રુતથી જ ભરી રે જી… બ્રહ્માનંદ
સમાધિ જડની વાસના ભરેલી
ચેતન સમાધિ તારી સત્ય જ ઠરેલી
દિપાવ્યા ગુરુજીનાં જ્ઞાન રે
દર્શનથી ઠરતી આખંડી રે જી.. બ્રહ્માનંદ
જય સદ્ગુરુ 🙏🌺🕉