પ્રભુ પ્રેમ કરી મારી સાથે

પ્રભુ પ્રેમ કરી મારી સાથે બોલજો … રે

મારે સાચો એક તારો છે આધાર….પ્રભુ

મારું ધ્યાન પ્રભુ, રાખો એવી ધારણા …રે

મને ભૂલી તમે, જાશો નહિ લગાર

મારે રમવું અને ભણવું તારા પ્યારમાં રે

તારા વિણ મને ગોઠે ન ઘડી એક

પ્રભુ બોલું એવું, મધુર તમે બોલજો…રે

દીવો લઇ પ્રભુ, બતાવો મને રાહ

મારી આંખે પ્રભુ, રહીને દેખાડજો …રે

મારા મારગમાં, ભૂલ કદી ન થાય

મારો સાચો વિકાસ, પ્રભુ તારા હાથમાં રે

તારો મારો તોપણ, તમારો નાનો બાળ …પ્રભુ

prabhu prem kari

Leave a comment

Your email address will not be published.