વિક્ષ્વ તણા બાગનાં ફૂલડાં

હા રે અમે વિશ્વ તણા બાગનાં ફૂલડાં,

હા રે અમે ગર્વ ન લેશ, બન્યાં બાળુડાં …ટૅક્

હા રે અમે જોયું તો ફુલ કરમાય છે,

હા રે એના ભેદ જોતાં, સૌ શરમાય છે. …હા રે અમે

હાં રે અમે વિધા ભણી વિધ્વાન થાશું,

હાં રે અમે ખોટા માર્ગે ના કદી જાશું. …..હાં રે અમે

હાં રે અમે હ્રદયને ઊજળું બનાવશું,

હાં રે એમાં જ્ઞાનની જ્યોત જગાવીશું … હાં રે અમે

હાં રે સત્ય વિધાથી વિશ્વને ગજાવશું,

હાં રે દિવ્ય પ્રકાશથી દિવ્યતા દીપાવશું. …હાં રે અમે

હાં રે અમે અવિનાશી નાશથી રહિત છે,

હાં રે અમને પ્રેરનારો ચેતન ભંડાર છે. …હાં રે અમે

હાં રે અમે બળ્, બુદ્ધિ, વીરતા વધારશું,

હાં રે અમે શુધ્ધ પ્રેમે રાગદ્વેષ ટાળશું.  હાં રે અમે

hare ame vishv tan bag na fulada,

Leave a comment

Your email address will not be published.