સૃષ્ટિને યજ્ઞ રચીને, બ્રહ્મા કરે છે વાણી

સૃષ્ટિને યજ્ઞ રચીને , બ્રમ્હા કરેછે વાણી ,

યજ્ઞથી વ્રુધ્ધિ થાશે, ઇચ્છાની મૂતિૅ જાણી. ….

સંતુષ્ટ દેવો થાશે, યજ્ઞો તમે જો કરશો,

સંતુષ્ટ તમને કરશે, યજ્ઞોનો પ્રેમ ધરશો. …

પરમ કલ્યાણ થાશે, પરસ્પર પ્રેમ કરતાં,

ઇચિછ્ત ભોગો દેશે, દેવોનો ભોગ ધરતાં.

ભોગો દેવોના આપ્યા વિના જ જે ભોગવશે,

ભોગવશે ભોગ આપ્યા વિના, તે ચોર ઠરશે. ..

યજ્ઞો કરીને સત પુરુષો, બચેલું અન્ન ખાતા,

મુક્ત પાપોથી થઇને, સમૂળાં પાપ જાતાં.

યજ્ઞો કર્યા વિનાના, રાંધીને જે ખાતા,

પાપો વધારી હાથે, પાપી બની જ જાતા. ..

અન્નથી પોષાય પ્રાણી, વરસાદે અન્ન થાયે,

યજ્ઞથી વરસાદ થાયે, યજ્ઞ કર્મથી જણાયે. ..

કર્મ વેદથી ઊપજતાં, વેદ પરમાત્માથી થાયે,

વ્યાપક પરમાત્મા સર્વે, નિત્ય યજ્ઞમાં જણાયે..

સમજાવી દીધા નિયમો ,યજ્ઞો ગર્વ તજી કરવા,

નિયમો તજીને વર્તે, પાપી જીવનનો ઠરશે,

ઇન્દ્રિયલંપટ થઇને, વ્યર્થ જીવન કરશે.

સંગરહિત, મુક્તજ્ઞાની, સ્થિર ચિતથી યજ્ઞ કરતાં,

સેવા કર્મ કરનારાનાં, સર્વે  જ કર્મો બળતાં.

અર્પણ બ્રહ્મ પદાથૅ, હોમવાના બ્રહ્મ સર્વ,

બ્રહ્મ્રરૂપ અગ્નિમાં, બ્ર્હ્મરૂપ હોતા તે બ્ર્હ્મ.

એકાગ્રતાને રાખી બ્ર્હ્મ, કર્મ જે કરે છે,

તેને જે ફળ મળતું, યોગ બ્રહ્મને મળે છે.

બ્રહ્મરૂપ સમજી સઘળું, આપી બ્રહ્મને પામે બ્રહ્મ,

એ અટલ નિયમ પ્રભુનાં, સર્વે સર્મપણ બ્રહ્મ.

દેવ યજ્ઞને જ ઉપાસે, યોગી કેટલાક એવા,

યજ્ઞ વડે યજ્ઞને જ, બ્રહ્મ અગ્નિમાં દેવા.

કાન વગેરે ઇન્દ્રિયો, સંયમરૂપી અગ્નિમાં હોમે,

બીજા શબ્દાદિ વિષયોને ,ઇન્દ્રિયોરૂપ અગ્નિમાં હોમે.

ઇન્દ્રિયો અને પ્રાણોના, સર્વ કર્મ જે કરે છે,

જ્ઞાનથી પ્રદીપ્ત કરીને, આત્મસંયમ કરે છે.

આત્મસંયમ રૂપ, યોગ અગ્નિમાં હોમે,

સઘળાં પાપો બાળી, પવિત્ર રોમે રોમે.

દ્ર​વ્યયજ્ઞ કરનારા, તપયજ્ઞ કરનારા,

યોગયજ્ઞ કરનારા, જ્ઞાનયજ્ઞ કરનારા,

અપાનમાં પ્રાણ હોમે, પ્રાણમાં અપાન હોમે,

પ્રાણ અપાન ગતિ રોકીને, પ્રાણાયમ પરાયણ થાયે.

નિયમિત આહારોવાળા, પ્રાણ પ્રાણોમાં ભાળે,

બધાય યજ્ઞ જાણનારા, યજ્ઞ વડૅ પાપ બાળે. …

યજ્ઞમાં બાકી રહેલું, અન્ન તે જ અમ્રુત્,

પ્રસાદી તેની લેનારો સનાતન બ્રમ્હ પામે સત.

નહિ યજ્ઞો કરનારો આ લોક નથી મળતો,

મળે પરલોક ક્યાંથી, યજ્ઞ પ્રભુ પ્રીતિ ન કરતો.

વેદોમાં ઘણાયે યજ્ઞો, પ્રકાર યજ્ઞોના બતાવ્યા,

સર્વે કર્મોથી થતા જાણો, મુક્ત થ​વોને સમજાવ્યા.

દ્રવ્યમય યજ્ઞના કરતાં, યજ્ઞ જ્ઞાનમય ઉતમ,

સર્વે સંપૂર્ણ કર્મો, જ્ઞાનમાં સમાય એ નિયમ….

સૃષ્ટિને યજ્ઞ રચીને , બ્રમ્હા કરેછે વાણી ,

Leave a comment

Your email address will not be published.