રાધેશ્યામ રાધેશ્યામ મારા હ્રદયે આવીને !

રાધેશ્યામ રાધેશ્યામ મારા હ્રદયે આવીને !

બોલો અમારી સાથે, સાચો પ્રેમ લાવીને …ટેક્

સાચું ધ્યાન  આપ રાખો, અંતર નથી રાખતા,

દોડી દોડી કામો કીધાં, દિલને શુભ ભાવના …રાધેશ્યામ

વાણી આપી શુધ્દ્દ સાચી, હરખે પ્રેમ રાખતા,

શ્રધ્ધા સાચી અચળ કીધી, ઉમંગ ખૂબ લાવતા ….રાધેશ્યામ

પ્રુથ્વી આપો અન્ન ભરીને, ઉદાર નથી જગમાં,

પ્રાણદાતા પ્રભુ પુરા છો, વિશેષ કળા સાથમાં …રાધેશ્યામ

હિત કરો ગર્વ મૂકીને, દિવ્ય બોધ આપનો,

શંકા કાપો સાથે રહીને, પ્રકાશ આપો છો પ્રેમનો …રાધેશ્યામ

મોડું મોડું શાને કર​વું, આવીને ઇશારે બોલાવો

મીઠું મીઠું પ્રેમે બોલીને, ક્રુપાળુ પ્રેમે સમાવો …રાધેશ્યામ્

RADHE SHYAM RADHE SHYAM …

Leave a comment

Your email address will not be published.