આજે ભક્તિ સાગર ઉછ્ળ્યો… રે લોલ
ભજનમાં અખંડ આનંદ જો
પ્રભુ રિઝાવવાની, પ્રીતડી ..રે લોલ
મોહ, શોક દિલથી, આધા ખસે …રે લોલ
મળે શુધ્ધ હ્રદયમાં, પ્રકાશ જો
સ્ત્ય જ્ઞાન- દીપક, પ્રકાશતો ..રે લોલ
પ્રભુ તો એવાં, શક્તિવાન છે …રે લોલ (૧)
નાશ કરતાં લાગે ન, પલવાર જો …રે લોલ
દિન રાત પ્રેમે, પ્રભુ ભજન કરો ..રે લોલ
દર્શન દેવાને પ્રભુ, આવશે ..રે લોલ
શ્રધ્ધા સાથ રાખજો, બળવાન જો
અનેક ભક્તોને એણે ,તાર્યા ..રે લોલ
પાળો નિયમ ગીતાના પ્રેમથી ..રે લોલ
તમને પણ, તારશે જરૂર જો
સંતોષી રહેતાં હંમેશ શીખજો ..રે લોલ (૪)
મન- બુધ્ધિ પ્રભુજીને સોંપજો ..રે લોલ
આત્માનો નિશ્રય, બળવાન જો
કામો કરો તે સાચા, દિલથી ..રે લોલ
પ્રભુ સાથ પ્રિતી, નિભાવજો ..રે લોલ
પ્રભુને ક્ષણ ન ભુલાય જો ..રે લોલ્
સુખ દુ:ખમાં સમાનતા રાખજો ..રે લોલ
લોભ લાલચથી દૂર ભાગજો ..રે લોલ
તજી દેજો ક્રોધતણો માર્ગ જો
પ્રકાશ પ્રભુજીનો, રાખજો ..રે લોલ
સાચી છે શાંતિ, પ્રભુ નામમાં રે લોલ
એવી ઉપાધિથી, આધા ભાગજૉ
બીજે દુ:ખસાગર, દેખાય જો ..રે લોલ
આજે ભક્તિ સાગર ઉછ્ળ્યો… રે લોલ