(આત્મજ્યોતિથી જાવાની ઉત્તમ કળા એ પરમાત્માની ઉત્તમોત્તમ બક્ષિસ જ છે.)
પ્રભુ સર્વજ્ઞથી સત વાતલડી (વાતો છે)
આત્મજ્યોતિએ જોવાય સૌની જાતલડી(જાતો છે)
આત્મજ્યોતિએ જોવામાં ભૂલ નથી
વેદ-શાસ્ત્ર પુરાણ જાયાં મથી મથી …..
એને સાચી ગમ કદીયે પડતી નથી …..
આત્મજ્યોતિના સમાન કોઈ જ્યોતિ નથી …..
સર્વ પ્રાણીના હૃદયમાં રહેલ આત્મા
સૌના પ્રેરક એ જ સાચા પરમાત્મા …..
ત્રણેય કાળ છે એના પ્રકાશમાં
અખિલ બ્રહ્માંડ વર્તે છે જેના જ્ઞાનમાં …..
સૌને સમજે સમજાવી દેતા સાનમાં
જ્ઞાન-વિજ્ઞાન વિકસાવે પ્રાણી માત્રમાં …..
અસુરો પર દેવોનો વિજય થાય છે
ત્યારે દેવો સૌ ગર્વથી ફુલાય છે …..
વિજય પ્રભુની જ શક્તિનો થાય છે
સમજી દેવોની ગર્વ ગળી જાય છે …..
દેહ ગર્વથી માન્યો પોતાનો
ભૂલ સુધરે ખ્યાલ આત્મસત્તાનો …..
આત્મા અજર અમર ગણાય છે
દેહ વધે ઘટે નાશ તેનો થાય છે …..
સ્થૂળ સૂક્ષ્મ કારણથી ન્યારો
આત્મજ્યોતિનો પ્રકાશ પ્રિય પ્યારો …..
પાંચ કોષોની જાળ છે ખોટી
કોશાતીત આત્મજ્યોતિ છે મોટી …..
સૂર્ય, ચંદ્ર ને અગ્નિને પ્રકાશે
આત્મજ્યોતિ સમ જ્યોતિ ન જણાશે …..
આત્મસૂક્ષ્મથી સૂક્ષ્મ જણાયે
મહાન એના સમ કોઈ ના મપાયે …..
પૂર્ણ દૃષ્ટિનો પૂર્ણ છે દૃષ્ટા
સૌને દેખે છતાં સૌથી અલગ દૃષ્ટા …..
કેવળ કૃપા સાધ્ય છે આત્મજ્યોતિ
ગુરુકૃપા વિણ મળે ન ગોતી …..
પ્રભુ શક્તિમાનની છે શક્તિ
પ્રભુકૃપાથી થાય સાચી ભક્તિ …..
જ્ઞાન-યોગને તપમાં કિમત ભરી
આત્મજ્યોતિમાં સૌની નજર ઠરી …..
મન ઈન્દ્રિયો પ્રાણનો સંયમ
આત્મજ્યોતિ સ્થિર કરવાનો નિયમ …..
સ્થિર બુદ્ધિના પ્રકાશમાં જ્યોતિ
બ્રહ્મનિષ્ઠાની અચળ એ જ્યોતિ …..
સાચી શાંતિ અંખડ એ દેતી
આગમ વાતો એ સરળ કહેતી …..
સત્ય જીવનમાં ઉજાસ કરતી
જ્ઞાન ધ્યાને સદાય જ્યોત જલતી …..
આત્મજ્યોતી કદી ન બુઝાતી
કદી ખંડિત થતી ન જણોતી …..
આત્મજ્યોતિની સઘળી વિભૂતિ
દિવ્ય કળાની સાચી સમજૂતી …..