॥ ૐ ॥
જ્ઞાની ત્રણે કાળના સદ્ગુરુ પૂરણ બ્રહ્મ છો રે,
અજ્ઞાન ઘોર મટાડી, જ્ઞાની કરવા સમર્થ છો રે …. ટેક
આપ સ્વરૂપમાં દૃષ્ટિ લાગ, ભ્રમણા સર્વે દૂર જ ભાગી,
સમતા યોગ સમજાવી, સ્થિર ભાવ સ્થાપતાં રે
વેદ-શાસ્ત્રનો ભેદ બતાવી, સાન કરી દેતાં સમજાવી,
અવગુણ સૌના નાશ કરીને, ગુણ દેતા સૌમાં ભરી રે …. જ્ઞાની
દેવી-દેવ સૌ પ્રેમે વધાવે, સત મહિમાનો નાદ ગજાવે,
શરણ આપનું ગ્રહણ કરે તે, ભવસાગર જાતાં તરી રે …. જ્ઞાની
ગુરુકૃકૃપા થી અમૃત મળતું, પરમાનંદથી તૃપ્ત જ કરતું,
વાણી-નેત્રને શુદ્ધ બનાવી, સમતાં દેતાં પલકમાં રે …. જ્ઞાની
અદ્ભૂત જ્ઞાન-વિજ્ઞાન બતાવે, મધુર ભાવથી મધુર બનાવે,
બોલ-અબોલના શ્રેષ્ઠ ભાવથી, અખંડાનંદ વર્ષાવતા રે …. જ્ઞાની
નીરવ શાંતિનું મૂલ્ય ન થાયે, કરોડો ખર્ચ નહિ પમાયે,
શાંતિ રાજ્યના દાતા સદ્ગુરુ, શાંતિ આપે પ્રેમથી રે …. જ્ઞાની
॥ ૐ ॥
જય સદ્ગુરુ 🙏💐🌷🕉