સત્ય પ્રેમ ધારણ કરીએ રે

॥ ૐ ॥


(રાગઃ મુખડાની માયા લાગી રે)

સત્ય પ્રેમ ધારણ કરીએ રે, પ્રભુને મળવા,
રાગદ્વેષને તજી દઈએ રે, પ્રભુને મળવા …. ટેક
બ્રહ્મચર્ય પાલન કરવું, ગર્વ –મમતા ત્યાગી મળવું,
સમતા યોગ ઉત્તમ માનો રે, પ્રભુને મળવા …. સત્ય
શોક-મોહનો રંગ કાચો, સત્સંગનો રંગ સાચો,
બુદ્ધિને સુધારનારો રે, પ્રભુને મળવા …. સત્ય
હર્ષ-શોક કાઢી નાખો, અખંડાનંદ વૃત્તિ રાખો,
નિર્મળ દૃષ્ટિ ને વાણી રાખો રે, પ્રભુને મળવા …. સત્ય
અભય બની ભય તજા, બ્રહ્મનિષ્ઠા અચળ ધરજા,
હૃદયને શુદ્ધ કરજા રે, પ્રભુને મળવા …. સત્ય
પ્રભુ શરણ ગ્રહણ કરશે, એ નિશ્ચયથી નહિ ડગેશ,
જીવન ધન્ય તે તો કરશે રે, પ્રભુને મળવા …. સત્ય
અહિંસા છે ઉત્તમ એવી, વેરભાવ હઠાવે તેવી,
સઘળી વાસના તજી દઈએ રે, પ્રભુને મળવા …. સત્ય
શ્વાસેશ્વાસે સ્મરણ કરવું, પ્રભુ ધ્યાન સદા ધરવું,
પ્રભુના ભરોસે તરવું રે, પ્રભુને મળવા …. સત્ય
ખોટા પ્રેમને દેવો છોડી, વૃત્તિ પ્રભુમાં દેવી જાડી,
પ્રભુપ્રેમમાં શાંતિ લેવી રે, પ્રભુને મળવા …. સત્ય


॥ ૐ ॥

satya prem dharan kariae re…

satya prem dharan kariae re…
પાન નં :- 64, સત્ય પ્રેમ ધારણ કરીએ રે ,
જય સદગુરૂ 🙏🌷🌹🕉
પાન નં :- 64, સત્ય પ્રેમ ધારણ કરીએ રે ,
જય સદગુરૂ 🙏🌷🌹🕉

Leave a comment

Your email address will not be published.