॥ ૐ ॥


સદ્‌ગુરુ શ્રીકૃષ્ણ જ્ઞાનવાળા
(સદ્‌ગુરુ શ્રીકૃષ્ણનું સત્ય –ત્રિકાળ અબાધિત જ્ઞાન)

સદ્‌ગુરુ શ્રીકૃષ્ણ જ્ઞાનવાળા, હો પ્રાણ પ્યારા (ર)
ત્રિકાળજ્ઞાની, જ્ઞાન વર્ષોથી સૌનાં
સૂતેલાં હૃદય જગાવે …. હો પ્રાણ પ્યારા
જ્ઞાન વિજ્ઞાનથી, તૃપ્ત બનાવી
જડતામાં ચેતના દીપાવે …. હો પ્રાણ પ્યારા
દેહદૃષ્ટિનો ભાવ નાશ કરી પ્રેમથી
વિશુદ્ધ દૃષ્ટિ બનાવે …. હો પ્રાણ પ્યારા
રાગદ્વેષ, મોહ ને મમતાઓ મારી
ચિત્ત-બુદ્ધિ સ્થિરતા જમાવે …. હો પ્રાણ પ્યારા
અવિચળ એકતાની સમજણ આપી
સમતાનો ગુણ શોભાવે …. હો પ્રાણ પ્યારા
પરમપ્રેમથી સમર્પિત કરી દ્યો,
અમૃતથી સ્નાન કરાવે …. હો પ્રાણ પ્યારા
એરે અમૃતથી તૃપ્ત બનાવી,
જીવનની શુદ્ધિ બનાવે …. હો પ્રાણ પ્યારા
નયનને, વેણને પલટાવી પોતે,
અખંડ સ્મૃતિઓ અપાવે …. હો પ્રાણ પ્યારા
શમ, દમ, સાધન પાકાં બનાવી,
વિષયોના ઝેરથી બચાવે …. હો પ્રાણ પ્યારા
દર્શન દઈ પ્રભુ પાવન બનાવે,
નિર્ભય શાંતિ રખાવો …. હો પ્રાણ પ્યારા

 


॥ ૐ ॥

પાન નં :- 66, સદગુરુ શ્રીકૃષ્ણ જ્ઞાનવાળા , હો પ્રાણ પ્યારા ,
જય સદગુરુ 🙏🌷🌹🕉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *