પ્રભુ આંખની દ્રષ્ટિથી, આઘા જાઓમા….(2)   રે

સૌના ચિત્તને સ્થિર રાખો, તમારા ધ્યાનમાં ….(2)  રે ટેક

પ્રાણ વાસના નષ્ટ કરી દો, આપ કૃપાનો પ્રાણ ભરી દો

નસમાં શક્તિ સંચાર કરી, પ્રભુ બોધ હદયમાં આપજો ….રે  પ્રભુ

આપ કથા અમૃતની વાણી, સમજીએ સત્ય વિશ્વાસ આણી;

આનંદ સ્વરૂપ દિપાવી સઘળે, એક ઘડી દુર જાઓમા ….રે  પ્રભુ

મન બુધ્ધિની મલિનતા કપો, શુધ્ધ બુધ્ધિ દઇ દર્શન આપો

હદય શુધ્ધ બનાવી જ્યોતિથી, દિવ્યતા આપો નેત્રમાં ….રે  પ્રભુ

રાગ, ભય ને મોહ વિનાના, પ્રભુપરાયણ સુર એકતાના

સૌનાં જીવનને અજવાળો, કામ ક્રોધ લોભ ના ….રે  પ્રભુ

સર્વજ્ઞ પ્રભુ રાહ બતાવો, વિષયી રસનો રસ હઠાવો

પ્રેમ ભક્તિ નસેનસમાં ઠાંસી, દર્શન કરાવો વિશ્ર્વંભરા ….રે  પ્રભુ

શત્રુ- મિત્રના ભાવ ભુલાવો, નિંદા સ્તુતિનો સંગ ત્યજાવો

આત્મજ્ઞાનનો દિવ્ય ખજાનો, ખુલ્લો મુકી દો નાસી જાઓમાં ….રે  પ્રભુ

જન્મ- મરણથી મુક્ત બનાવો, અમૃતથી પ્રભુ સ્નાન કરાવો

સ્ત્ય દર્શનની વાણી દઇને, સત્ય વિજય વિના જાઓમા ….રે  પ્રભુ

PRABHU AANKH NI DRASHTI THI AAGHA JAV MA RE…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *