પ્રભુ દર્શન વિના ચેન ન પડતું

|| ૐ||


 

પ્રભુ દર્શન વિના ચેન ન પડતું, રાત-દિવસ રહે અંતર બળતું

જ્ઞાનના બદલે અજ્ઞાન વધતુ, દુઃખથી જીવન વીતે

આભાર – નિહારીકા રવિયા  કળકળતું           …. ટેક

સાચું તમારું જ્ઞાન પ્રભુ આપો, જુગથી ભુલેલાને સ્થિરતા સ્થાપ્યો

ભક્તિનાં ભાવમાં ત્રૂટિ જણાતી, તમારી ભક્તિ પૂર્ણ નવ થાતી              ….

ઘડીકમાં પલટેને વૃત્તિ વિખરાણી, અવિચળ નિષ્ઠા ન અંતર રખાણી

સાચું કહું છું પ્રભુ જગત છે એવું, રાગ ને દ્વેષ ભર્યા કેમ રહેવું ? ….

રાહ બતાવો ક્ષણ ભૂલ ન થાયે, પ્રેરણા આપો તો દુઃખ સૌ જાયે

શ્રધ્ધા વધે સાથે સંયમ વધશે, દર્શન તમારાં તુરત મળશે        ….

એવી સમજણ દઈ વિશાળતા આપો, શક્તિ તમારી દઈ ઉપયોગ સ્થાપો

પ્રેમ રગે રગ  ઠાંસીને ભરજા, ઊણપ રહે નવ એવું જ કરજા     ….

માન ને મોહ પ્રભુ મૂળથી બાળો, મલિન ભાવનાનું મૂળ ટાળો

આવો આવો પ્રભુ હમણાં જ આવો, સદ્‌ગુણ હૃદયમાં ભરવાનો લાવો     ….

હૃદય પ્રભુ મારું શુધ્ધ બનાવો, તેમાં જ્ઞાનનો દીપક પ્રગટાવો

કહી દ્યો, કહી દ્યો, પ્રભુ જલદી કહી દ્યો, દર્શન દઈ જીવન સાર્થ કરી દ્યો. ….

 


|| ૐ||

પ્રભુ દર્શન વિના ચેન ન પડતું, રાત-દિવસ રહે અંતર બળતું

Leave a comment

Your email address will not be published.