॥ ૐ ॥


 

હરિ મારા હૈયામાં
(ભજન રામ સાગરમાં બોલવાનું)
હરિ મારા હૈયામાં સદાય રહેજા રે
    સૂના હૈયામાં તે તો મસાણ છે રે જી …. ટેક
હરિ તારા રહેવાથી હૈયું રહે નિર્મળ,
સાચું હૈયામાં મારે, એક તારું બળ,
તારી શક્તિનું માપ ન કઢાય રે,
જ્ઞાની સાચો ત્રણેય કાળમાં રે  જી …. હરિ
શ્રધ્ધા વિશ્વાસે તને, કરું કાલાવાલા,
હૈયામાં પ્રેમ તારો, ઠાંસી ભરો વહાલા,
હૈયું તારા રંગથી રંગનારો રે.
    રંગવા બોલાવું પ્રેમથી રે  જી …. હરિ
મારા હૈયાને આધે ઊભી જાતો,
સુધારો કર તું, દોષ નથી રહેતો,
તારા દિલમાં આવે, એવું હૈયું બનાવ રે
તારા વિના નથી ગોઠતું રે  જી …. હરિ
સમજા બધું તમે, છેટા રહેવું કેમ ગમે,
ગૂંચવણ કાઢ મારી, સમજણ રાખ તારી,
બોલ પાળું તારા બુદ્ધિમાં બેસાડ રે,
    ઉકેલ તારા હાથમાં રે  જી …. હરિ
ઘડનાર તું છે મારો, સદાનો હું છે તારો,
ઘડતર ઘડો એવું, હરિ તમને ગમે તેવું,
તમને ગમતું કરીને પ્રસન્ન થાજા રે,
    તારાને મારા મેળનું રે  જી …. હરિ
પ્રસન્નતા ધ્યાન તારું, શાંતિ આનંદ આપનારુ,
તારી દૃષ્ટિએ તું જાનારો, સર્વ વ્યાપાક પોષનારો,
ભૂલ બધી સુધારીને શુધ્ધ બનાવો રે,
        હરિ વસો હૈયે, હેતથી રે  જી …. હરિ


 

॥ ૐ ॥

પાન નં :-. 86, હરિ મારા હૈયામાં સદાય રહેજો રે …
જય સદગુરૂ 🙏🌹💐🌷🕉

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *