॥ ૐ ॥
શિવ પર પ્રેમ કરો સૌ ભક્તો
શિવજીનું ભજન
શિવ પર પ્રેમ કરો સૌ ભક્તો, શિવ પર પ્રેમ કરો સૌ ભક્તો
અચળ શ્રધ્ધાની સાથ, (ર) સહાયતા કરે છે ભોળાનાથ …. ટેક
કામ, ક્રોધ ને લોભ હઠાવે, બતાવે સાચો એ પંથ,
હળાહળ વિષ તો આપે પીધું, જેનું વર્ણન કરે સદગ્રંથ …. શિવ પર
દયા ધર્મની સાચી એ મૂર્તિ, અભય વચન દેય નાશ,
જ્ઞાન ધ્યાન તેનું નવ ચૂકો, રાખજો અહર્નિશ સાથ…. શિવ પર
સર્વ વ્યાપક એ નાથ અજન્મા, વંદન કરો જાડી હાથ,
તારક મંત્ર એ આપશે તમને, છોડશો નહિ તેનો સાથ …. શિવ પર
માયાવી જંજાળ મુકાવે, અવધૂત કૈલાસના નાથ,
અખંડ આનંદ આપે સૌને, પ્રેમે સૂણો દીનાનાથ…. શિવ પર
કલ્યાણકર્તા, મંગલદાયક, મહાકાલેશ્વર નાથ,
ત્રિગુણાતીત, અમર અવિનાશી, સદા રહે સૌની સાથ …. શિવ પર
કુબુધ્ધિ કાપી સંશય હઠાવો, બતાવો મોક્ષનો પંથ,
ઈન્દ્રિય ઘોડા સુમાર્ગે ચલાવો, ભાંગ ન કોઈનો રથ …. શિવ પર
સહુ ભક્તોના હૃદયે બિરાજા, અંતરદૃષ્ટિ દો નાથ,
બુધ્ધિ સૂક્ષ્મ આપો સૌને, અમૃત ભરી દો હાથ …. શિવ પર
॥ ૐ ॥