મારે નારાયણનું નામ નાણું રોકડું રે
સદા રહે છે મારી પાસ, દુર હવે નથી ગોતવું રે ટેક
બોલનાર નહી બીજો, વાણી તેની બોલવી રે….
હદયમાં નહી તેનો વિશ્વાસ, વેશ કાઢી રાખ ચોળવી રે…. મારે
સમજ્યા વગરનું નાટક થાય, પ્રભુ બધુ ભાળતા રે….
મારી દ્રષ્ટિનો દેખાડનાર, સંભાળ સાચી રાખતા રે…. મારે
મારે કાને કહેનાર, મને સંભળાવતો રે….
મારી રક્ષાનો તેજ કરનાર, વિશ્વાસ દ્રઢ કરાવતો રે…. મારે
મારા નાંકમાં સુવાસ સુગંધી, દિવ્ય ઓપે પ્રભુ આપની રે….
જ્ઞાનજ્યોતી નથી તેના સમાન, મોહ, શોખ નસાડતી રે…. મારે
🙏🏼જય સદગુરૂ 🙏🏼