॥ ૐ ॥
ભગવાન સદા રક્ષણ કરતા, ભગવાન સદા રક્ષણ કરતા
એની જાડીનો બીજા મળતો નથી, એની જાડીનો બીજા મળતો નથી
ઉપકાર અનેકો એના છે છતાં એને ગર્વ તે કરતો નથી … ભગવાન (૧)
પ્રભુ ભજન પ્રેમે કરે ને, ધ્યાન રોજ કરતો રહે,
આપે પ્રભુ બુધ્ધિ યોગ તેને, જઈ પ્રભુ- ધામે રહે,
વચન ગીતામાં કહ્યું તે ખોટું કદી પડતું નથી … ભગવાન (૨)
પ્રભુ કૃપાળુ કૃપા કરીને હૃદયની શુધ્ધિ કરે,
અજ્ઞાન વિષને દૂર કાઢી, જ્ઞાન દીવો પ્રગટ કરે,
બદલો ન માગે કોઈ પાસે, એવો
આભાર – નિહારીકા રવિયા જગતમાં જડતો નથી … ભગવાન (૩)
પરમ બ્રહ્મ પ્રભુજીનું અમર ધામ ગણાય છે,
એવા સનાતન આદિ દેવ, અજન્મા કહેવાય છે,
વ્યાપક રહે છે સર્વમાં, અવિનાશી કદી એ મરતા નથી … ભગવાન (૪)
સર્વ ઋષિઓ વ્યાસ, નારદ, દેવલ પણ સાક્ષી પૂરે,
અજબ કળા કુદરત તણી વાણીને દૃષ્ટિ છે અમર ખરે,
ઈશ્વર પોતે સાચું કહે, પછી સંશય કોઈને રહેતો નથી … ભગવાન (૫)
સહુ પ્રાણીના હૃદયમાં આત્મરૂપે પ્રભુ જ છે
આદિ સર્વ ભૂતોતણો અને મધ્ય અંત પણ તે જ છે
સમર્થ એવા પ્રભુજીના, તેજ ઝાંખા કદી પડતા નથી … ભગવાન (૬)
બીજ સર્વ ભૂતો તણું, પ્રભુ વિના બીજું નથી
જીંગમ કે સ્થાવર હોયે, પ્રભુ વિના ફળતું નથી
સ્થિતિ, ઉત્પન્ન, લય કરે, નજરે છતાં પડતા નથી … ભગવાન (૭)
પડદો બનાવ્યો સૌથી જુદો, છુપાઈ કામ ઘણાં કરે
પ્રગટ કામો કરી બતાવે, સમજણ છતાં પણ ના પડે
સરલ પ્રભુ રસ્તો બતાવે, ગૂંચવણ કદીયે રહેતી નથી … ભગવાન (૮)
॥ ૐ ॥