॥ ૐ ॥
(રાગ : જૈજૈવંતી કલ્યાણ ગરબી)
જગતના પ્રભુ સર્જન કરતા, સાચા તેને ભુલાય નહિ,
પાલન જગનું પ્રભુથી થાતું, કુશળ બીજા જણાય નહિ …. ટેક
દિવ્ય કળાના કારીગર પાકા, કાચા કામે ફસાય નહિ,
વિશાળ જગની વિધવિધ રચના, રૂપરંગનો ભંડાર નહિ …. ૧
વિજ્ઞાની સાચા ત્રિકાળજ્ઞાની, નોંધપોથીનું કામ નહિ,
કામ મોટાં સૌથી ન્યારાં, કારખાનાનું નામ નહિ …. ર
ભૂતમાત્રને, દેવી-દેવતા, સંદેશા પહોંચે એમાં ભૂલ નહિ,
તાર તણા નવ રાખે થાંભલા, એનો અદૃશ્ય સંદેશો રોકાય નહી …. ૩
ગણતરીમાં ફેર ન આવે, સમજની દૃઢતા કળાય નહિ,
એકલા કાર્ય કરે બહુ ઝાઝાં, છતાં એ પોતે દેખાય નહિ …. ૪
એવો અદ્ભૂત પડદો એનો, ગર્વ તો ક્યાંય જણાય નહિ,
થાકવું કદી એ બનતું નથી, એને નાનામોટામાં સંગ નહિ …. પ
સાથે વસે છતાં અલગ જણાયે, સંગી સંગરંગ વિકાર નહિ,
રૂપરંગ વિધવિધ મૂર્તિના, એના જેવો બીજા જણાય નહિ …. ૬
ભગવાન જાઈએ, બીજું કંઈ ન જાઈએ, તે ચિંતન હોવું જાઈએ.
॥ ૐ ॥
પ્રભુ ત્રિકાળજ્ઞ છે જેને જાણવાથી સર્વસ્વ જણાઈ જાય છે.
આત્મા એક દેશીય નથી, વ્યાપક સ્વરૂપ છે.
JAGAT NA PRABHU SARJAN KARATA….