હે પ્રભુ તારા અનંત રૂપ

॥ ૐ ॥


હે પ્રભુ! તારા અનંત રૂપ, બુદ્ધિ ને મન બનતાં ચૂપ,

બુદ્ધિ ને મનને તું જ સુધાર, તમને મળવું પ્રેમ પ્રકાર …. ૧

પ્રેમની ભરતી તારું જ નૂર, ભક્તિ અખંડ એક જ સૂર,

પકડો પ્રભુજી અમારો હાથ, કદી ન ભૂલીએ તમારો સાથ …. ર

હૃદય આપ જ વાત કરો, સમજ આપની સીધી ભરો,

અંતરદૃષ્ટિમાં તારો વાસ, ભરી દો તમારી સાચી સુવાસ …. ૩

ભરોસો દૃઢતા પ્રેમ પ્રકાશ, તૃપ્તિ તમારી એમાં વિકાસ,

નિર્બળ ભાવનો કરો વિનાશ, અભય, અચળ પ્રાણ પ્રયાસ ….. ૪

હર્ષ- શોકનો ખોટો આભાસ, આત્મજ્ઞાનનો દૃઢ વિશ્વાસ,

સંતોષ સતત નિશ્ચય બળવાન, શ્વાસને નિર્ભય કરો ભગવાન …. પ

આપમાં રહીએ સદા નિષ્ઠાવાન, જ્ઞાન-ધ્યાન તમારું સૌથી મહાન,

ભણતર આપનું ભણાવો ખાસ, હૃદયમાં આપનો નિર્મળ વાસ …. ૬

આપની કૃપાથી કરી દો પાસ, કદી ન કોઈ કરશે ના પાસ,

આપના અમર ધામમાં અવાય, માર્ગ સીધો તમારી સહાય …. ૭

વિશ્વનો ઉધ્ધાર સરળ જણાય, પાયાનો સુધારો તમારો ગણાય,

કેળવો યુગોથી સાક્ષી સદાય, ગીતામાં પુરાવો તેનો જણાય …. ૮

જગદ્‌ગુરુ શ્રીકૃષ્ણ મહાન, સર્વજ્ઞ સર્વેશ્વર વીર્ય વાન,

યોગેશ્વર, અનાદિ સર્વે છે શાન, શ્રેષ્ઠ કળાના સર્વ શક્તિમાન …. ૯


॥ ૐ ॥

Leave a comment

Your email address will not be published.