માયા હઠાવો પ્રભુ

॥ ૐ ॥


 

માયા હઠાવો પ્રભુ, શુભ ચોઘડીયું હૃદયમાં પ્રગટ પ્રકાશ …. રે

બોલો અંતર છોડી દઈને, હૃદયમાં આપનું રાજ …. રે …. ૧

આપની હાજરી, અંધારું નહિ,એવો પુર્ણ વિશ્વાસ …. રે

રૂપાંતર કરવું ઉતાવળથી, ભેદ ઉકેલો ખાસ    …. રે …. ર

પડદા પાછળ આપ રહો, તો વ્યાકુળ તન-મન થાય …. રે

ભૂલી આપને ભૂલા પડેલા, પ્રભુજી માગે સહાય  …. રે …. ૩

ખોટ જણાયે આપ વિનાની,ઓટ તેથી જણાય…. રે

પ્રેમ વધારીને આપ પધારો, અજ્ઞાન સમૂળું જાય  …. રે …. ૪

સ્થિરતા, દૃઢતા, નિર્ણય આપનો, આપ કળાથી સિદ્ધ …. રે

ઈચ્છાશક્તિ આપની અદ્‌ભૂત, આપનું જ્ઞાન ધ્યાન શુદ્ધ …. રે …. પ

ક્રિયા શક્તિ, ઈચ્છાશક્તિ, જ્ઞાનશક્તિ અમાપ …. રે

આપ શરણ વિના અપૂર્ણ ભાસે, આપ પ્રત્યક્ષ સંપૂર્ણ …. રે …. ૬

સંકલ્પ કરો આપ, સિદ્ધ કરો આપ, હૃદયમાં આપ, સ્વરાજ્ય …. રે

પડદો રાખી કામો કરો તો, વિધ્નોનો આવે ન અંત …. રે …. ૭

જડ ગ્રંથિનો ઉકેલ એક જ, આપ કૃપાથી સૂજે …. રે

વિજય સ્વરૂપે આપ બિરાજા, પછી બીજાનું ન કામ …. રે …. ૮

શક્તિ, ભક્તિ, યુક્તિ દેવા, આપ છો સર્વ સમર્થ …. રે

અમૃત દૃષ્ટિમાં આપનું ભરવા, આપ દૃષ્ટિનું કામ …. રે …. ૯

આપને એક આપ જ જાણો, આપ જણાવો તે જાણે …. રે

આપ સમજની સાન ભરો, તો સાચી સમજણ આવે …. રે …. ૧૦

 


॥ ૐ ॥

પાન નં :-144, માયા હઠાવો પ્રભુ , શુભ ચોઘડિયું ,

Leave a comment

Your email address will not be published.