રોમ રોમ પ્રભુજી સુખકારી

॥ ૐ ॥

(રાગ : માલકૌંસ)


 

રોમ રોમ પ્રભુજી સુખકારી, બાંધ તાર એક તારો જ જાણી …. ટેક

પ્રેમભરી દૃષ્ટિ થી રાખ પરોવી, સ્નેહ વધે તમારો આજ્ઞાકારી ….

અંધારું પ્રભુ આડું ન ધરજો, પ્રકાશ આપો ખોટ ન તમને ….

ભૂલી ગોથાં અમારે ન ખાવાં, યાદી રાખી સ્મૃતિ ભરજો ….

મોહ-બુદ્ધિને કદી ન થાયે, ભાન આપનું નવ ભૂલીએ ….

દૃઢતા સિંચન આપ કરીને, હૃદય મેળવી સદાય મળીએ ….

આપે આપેલી બક્ષિસ આપની, રક્ષા આપ જ તેની કરો ….

આપ રખોપું સફળ કરવા, શક્તિ આપની શીઘ્ર ભરો ….

પ્રાણની પ્રિયતા એક જ ઝંખે, પ્રત્યક્ષ આપને નિહાળી હરખે ….

પૂર્ણ સમજને દૂર ન કરતા, આપની કૃતિઓ આપને નીરખે ….

સાર્થક જીવન કળા છે તમારી, સિદ્ધ કરવા પ્રેરક સંભારી ….

ઉકેલ કરાવો વિજય તૈયારી, સર્વથી બળી છે શક્તિ તમારી ….

 


॥ ૐ ॥

pan nambar :-146, ROM ROM PRABHUJI SHUKHAKARI.

Leave a comment

Your email address will not be published.