॥ ૐ ॥
(રાગ : માલકૌંસ)
એક પ્રભુનો રંગ છે સાચો
ચડે જગનો રંગ તે કાચો
જગના રંગની વિધવિધ જાતો
ભ્રમણા વધારે ખોટી ભાતો – એક પ્રભુનો ૧
યોક-સંતાપ-તૃષ્ણા રંગ વિચારે
ખોટ- ઉપાધિ બધા રંગો બાળે
ભૂલી ઘણાયે હાડ-ચામડાં ગાળે – એક પ્રભુનો ર
ગર્વ વધે ને રંગ-રાગદ્વેષ ભાળો
મલિન હૃદય કરે રંગ એનો કાળો
અજ્ઞાન વધે, રંગ જ્ઞાન ભગાડે
જગના રંગો જીવન બગાડે – એક પ્રભુનો ૩
અંધશ્રદ્ધા, અવળી રંગ કરણી
દિશા ભુલાવે કિંમત ભરણી
જગના રંગ ડુબાડે મૂંઝાવે
રંગાતા રંગથી સૌને ભુલાવે – એક પ્રભુનો ૪
જગત રંગથી ત્રાસી ગયા છે
સાચા રંગથી ઘણા દૂર રહ્યા છે
રંગારા જુદા, એના રંગ છે ન્યારા
ડૂબે ને બીજાને વિરુદ્ધ થનારા – એક પ્રભુનો પ
અનુભવી પ્રભુ રંગારો પૂરો
રંગી દે એના જ રંગમાં શૂરો
રંગનો સંગ સત અવિનાશી
ઊજળો, દિન દિન પાકો પ્રકાશી – એક પ્રભુનો ૬
પ્રભુના રંગમાં હૃદય રંગાયે
વૃત્તિ અચળ પ્રભુમાં સમાયે
પૂર્ણ ભાગ્ય પ્રભુ ઉદય કરતા
પ્રભુનો રંગ છે સંકટ હરતા – એક પ્રભુનો ૭
॥ ૐ ॥
બાર વર્ષની સ્થિતિ નથી થઈ, ત્યાં બણગા ફૂૂંકવા મંડે, એની જાહેરાત થોડી કરવાની હોય ? અગાઉના ઋષિ-મુનિઓએ ‘નેતિ નેતિ’ પ્રભુને કહ્યું છે. ભજન ચાલુ જ રાખવાનું છે. તમે જ જાણો છો. એનાથી પ્રભુ આગળ છે. ૧ર વર્ષ થયાં છે, એની ખબર ન પડે.
॥ ૐ ॥
🙏🙏 જય સદગુરુ 🙏🙏ઓમ