આવો સદ્‌ગુરુ જ્ઞાનદિવાકર

    ॥ ૐ ॥

(સદગુરુ ચૈતન્ય – આત્મ સ્વરૂપે, સમષ્ટિનું ભજન)


 

આવો સદ્‌ગુરુ જ્ઞાનદિવાકર ત્રિવિધ તાપ હઠાવો …. રે

આવો અનાદિ યુગોના જૂના, આત્મજ્ઞાન વિના-હૃદય સૂના

વાચિક જ્ઞાનના ભ્રમમાં ભૂલ્યા, સત્ય જ્ઞાન સમજાવો …. રે

જ્ઞાન વધ્યું પુસ્તક પોથાનું, ચંચળ વૃત્તિના લાખો રૂપનું

ડુંબાડે એવી આસુરી વૃત્તિનું, ચિત્ત સ્થિર કરવા આવો …. રે

રાગદ્વેષ-દોષો બહુ લાવે, અંતરમાં ઊંડું સ્થાન જમાવે

રાગદ્વેષનો નાશ જ કરીને, અંતર શુદ્ધ બનાવો  …. રે

પ્રજ્ઞાધારી આગમ બુદ્ધિ, પ્રેરણા સત સમજને શુદ્ધિ

વાણી વર્તનના એક જ તારમાં, જ્યોતિ આપની વસાવો …. રે

વિશ્વ વિષાદની વૃદ્ધિ મોટી, માનસિક રોગ પીડા છે ખોટી

દીન-દુઃખીની પીડા હરવા, ચૈતન્ય ભાવ જગાડો  …. રે

નિરાશા ભય શોકો વધતા, મોહ ને મમતા બંધન કરતા

નિર્બળ પ્રાણમાં પ્રાણ ભરીને, ઊર્ધ્વ ગતિથી ચલાવો …. રે

પ્રેરક આપની-શાનની શક્તિ, નીરો શાંતિથી મંગળ કરતી

શ્રેષ્ઠ ગતિને હિત જ કરવા, અમર ભાવ દીપાવો …. રે

 


॥ ૐ ॥

 

પાન નં : – 150, આવો સદગુરુ જ્ઞાન દિવાકર ,
🙏🙏જય સદગુરૂ 🙏🙏

Leave a comment

Your email address will not be published.