॥ ૐ ॥
(રાગ : ખમાજ)
કૂ કૂ કૂ કોયલ બોલે, નાદ ગજાવે તારો જ ,
જંગલ પશુ-પક્ષી ડોલે, સૂર સુણાવે સાર જ ….
માનવ બોલે સિદ્ધ તોલે, દેવદેવીમાં વાસ જ,
શૂન્ય બનેલી યોગી ખોલે, ગર્વ ત્યાગતા પૂર્ણ જ ….
વૃત્તિ ભલે યુગો ફૂલે, જવું ભીતર મૂળ જ,
ક્ષણ સાચી જાઈ તોલે, આપ રૂપ જ પોતે જ ….
દૂર શોધ થાય બોલે, ભાવ પ્રમાણે હોય જ ,
ઘણો ભાવ પદાર્થ બોલે, નાશ તેનો તો થાય જ ….
દેહ દેહી ભુલીને ડોલે, માર્ગ આડે એ જાય જ,
આત્મ સાચો અમર તાલે, જ્ઞાન સાચું એ તેનું જ ….
શાસ્ત્ર જ્ઞાન પંડિત બને, માનો જ્ઞાન એ ખોટું જ,
ખોયું નથી ખોવાણું માનો, ભ્રમ સદાનો મારે જ ….
આત્મ કદી ખોવાય નહિ, આત્મા ચૈતન્ય સાચું જ,
ચેતન ભૂલી જડતા રાખો, દેહ બનવું ગર્વ જ ….
અનંત કાળ ભૂલમાં ગયા, જાગો જાગૃત રહો જ,
ઊંઘમાં ઘણા જન્મો ખોયા, હવે સ્થિરતા ગ્રહો જ ….
સમાધિ શૂન્ય વાસના મૂકી, ક્ષણ સુધારી લેવી જ,
વધારે સમય કોઈને નથી, સાચું ભીતર રહેવું જ ….
વાતો કરીને સમય ખોવો, સાચું સૌને લેવું જ,
માનો તમારું હિત ભીતર, બહાર બધાને ખોવું જ …
॥ ૐ ॥
જ્ઞાનના નામે કે ઈશ્વરના નામે કોઈનું અનિષ્ટ ન થાય તે ખ્યાલ રાખો.
॥ ૐ ॥
🙏🏼જય સદગુરૂ 🙏🏻