॥ ૐ ॥
(રાગ : ગઝલ)
સીમર ધામ રળિયામણું રે લોલ
જ્યાં છે દેવીદેવતા ચેતન …. રે
સદ્ગુરુની સાન લઈ આવજો …. રે ટેક
સૂરજકૂંડ જૂનું સ્થાન છે રે લોલ
કોઢ મટે છે કરવાથી સ્નાન …. રે – સદગુરુ
કુુંડમાંથી હનુમાન નીકળ્યા રે …. લોલ
કાચા સૂતરથી કાઢયા બહાર …. રે – સદગુરુ
મોટાં દોરડાં ન આવ્યાં કામમાં રે લોલ,
તાણતાં તે તરત તૂટી જાય …. રે – સદગુરુ
દંતકથાની વાતો કરી રે લોલ,
અનુભવથી સત્ય સમજાય …. રે – સદગુરુ
સ્વામિનારાયણ આવી ગયા રે લોલ,
કર્યું તેણે સૂર્યકૂંડમાં સ્નાન …. રે – સદગુરુ
મંદિરમાં રામ-લક્ષ્મણ-જાનકી રે લોલ,
તેજામય મૂર્તિ જણાય રે …. રે – સદગુરુ
આવે છે સાધુ-સંત દૂરથી રે લોલ,
સમજીને યાત્રાનું ધામ …. રે – સદગુરુ
તલેશ્વર મહાદેવ બિરાજતા રે લોલ,
વરસે વધે છે તલભાર …. રે – સદગુરુ
રાધા-કૃષ્ણજીની મૂર્તિ રે લોલ,
આપે છે સહુને આનંદ …. રે – સદગુરુ
મહાલક્ષ્મી માતાનાં દર્શન કરો રે લોલ,
અષ્ટમીનો થાય છે હવન …. રે – સદગુરુ
સ્વામિનારાયણ મંદિર જતાં રે લોલ,
આગળ છે ગણપતિ, હનુમાન …. રે – સદગુરુ
મુક્તિ ચૈતન્ય સંત થઈ ગયા રે લોલ,
તેની ગાદીનું હજુ માન …. રે – સદગુરુ
સિધ્ધિથી કાર્ય અનેક કર્યા રે લોલ,
શિષ્યોને આપ્યાં વરદાન …. રે – સદગુરુ
શંખ માર્યા બ્રહ્મ રંધ્રમાં રે લોલ,
પ્રણવ જપતાં છોડયા પ્રાણ …. રે – સદગુરુ
રામનાથ, કામનાથનું મંદિર શોભતું રે લોલ,
શાન્તિ પમાડે ધરો ધ્યાન …. રે – સદગુરુ
હરિજન નિવાસમાં મંદિર બન્યું રે લોલ,
બિરાજ્યા લક્ષ્મીનારાયણ દેવ …. રે – સદગુરુ
શણગાર ધર્યા પ્રભુને શોભતા રે લોલ,
મૂર્તિ છે તેજનો ભંડાર …. રે – સદગુરુ
ગુરુકૃપાથી આ વર્ણન કર્યું રે લોલ,
જગજીવન મંદબુધ્ધિ બાળ …. રે – સદગુરુ
॥ ૐ ॥
🌴પાન નં:- 163 સીમર ધામ રળિયામણું રે લોલ…,🌴
🙏🏼જય સદગુરૂ 🙏🏻
સીમર ધામ રળિયામણું રે લોલ