॥ ૐ ॥
ધન તણા તારે ઢગલા જાઈએ, તૃષ્ણાનો આવે ન પાર,
ઈશ્વર રાખે પ્રેમથી તેમાં, આનંદ ચૂકીશ ન લગાર
વિભુ કરે સઘુળું સારુ, શ્રધ્ધા વિશ્વાસમાં તારુ ….
કરોડાધિપતિ મનમાં મૂઝાયે, મનને નવ શાંતિ થનાર,
અધિક મેળવવા આશા વધે છે, તેમાં બને છે ખુવાર ….
સંતોષ સમાન સુખ નથી, કાંઈ બુદ્ધી થી લેજો લક્ષ,
લોભનો ત્યાગ કરીશ નહિ તો માયા કરશે ભક્ષ ….
પુરુષાર્થ અહર્નિશ કરતા, મનનો ઘટશે ભ્રમ,
ધન-વૈભવ મળશે તુજને, પડશે પ્રભુની ગમ ….
તન તોડીને મહેનત કરીએ, નોકરીમાં છે દુઃખ
ધન ભેળું થાય નહિ તેથી, અમને મળે ન સુખ ….
એક વખત પ્રભુ સહુ માનવને, આપે છે ઉત્તમ તક,
ગરીબ માનવી દુઃખથી ડરતા, તેને આપે હક ….
એક પળમાં તેની લક્ષ્મી, અદૃશ્ય બનતી જાય,
લક્ષાધિપતિ તક ચૂકે પછી, રડતા રહેશે સદાય ….
ઉત્તમ આપ્યો દેહ માનવનો, ભજન પ્રભુનું થાય,
એવી સમજણ દૃઢ કરીશ, તો દુઃખ દૂર નાસી જાય ….
સૌ ભક્તોના અંતરના નાદો, ગર્જના કરે સદાય,
સાદ સાંભળશે સાચો શૂરવીર, તે નવ ભવકૂપ જાય ….
અનેક ભ્રમમાં નાખવા માટે નવું સર્જન કરવું તે ઠીક નથી, પણ અનેકને
ઈશ્વરી ભાવના જાગૃત કરવા માટેનું જે સર્જન તે જ ખરું સર્જન છે.
॥ ૐ ॥
🌴પાન નં :- 167 ધન તણા તારે ઢગલા જોઈએ , 🌴
🙏🏻જય સદગુરૂ ,🙏🏼