॥ ૐ ॥
ત્રણે કાળનાં કામોમાં, ભૂલ એક નહિ …. રે
એવા પ્રભુજી સમાન, બીજા કોઈ નહિ …. રે ….
આદિ ઋષિમુનિ મહર્ષિ કક્ષા, તપ યોગ ક્ષેમે એની રક્ષા
એની દિવ્ય દૃષ્ટિના તેજે, અંધારામાં હોય નહિ ….રે ….
પ્રાણી માત્રના ભાવિ ઘડતાં, કામો કરતાં ગર્વ ન ધરતાં,
રાતદિવસના શ્રમથી, ક્ષણ થાકે જ નહિ …. રે ….
અનંત યુગથી પ્રકાશ દેતા, એક પાઈ નહિ કિંમત લેતા,
એના જેવો પરઉપકારી, દીઠો કોઈ નહિ …. રે ….
ગુણ અનંત પ્રભુમાં ભરિયા, આપે ગુણ સૌ પ્રેમથી ઠરિયા,
ઠારે હૃદય તપેલાં, શીતળ શાંતતા …. રે ….
સમદૃષ્ટિ ધરી ભક્તિ આપે, દુઃખ હરણ કરી સુખ જ આપે,
ભાવ વિનાશી નષ્ટ કરીને, અવિનાશી કરતા સદા …. રે ….
સૂક્ષ્મ બુદ્ધિ અભયતા આપે, ભયનાં પાપો મૂળથી કાપે,
અખંડ આનંદ આપે, શક્તિથી સાનમાં …. રે ….
॥ ૐ ॥
🕉️જય સદગુરૂ ,🕉️