॥ ૐ ॥


ભેદ રે ભ્રમણામાં, જુગો વિતાવ્યા  …. હો …. જી

ભ્રમણા ભટકાવે, દિન-રાત

ભૂલમાં અટકાવે, ખોટી વાત,

સમજ સાચી નહિ ઊંધું થાય

તણાવું મોહમાં એ ખેંચી જાય.

ગર્વની ગાંઠો બાંધી, કોઈ ન ફાવ્યા  …. હો …. જી ટેક

અંદર સ્વરૂપ, ચૂકી દોડાય

બહાર થાકવાનુ, ભાવિ ઘડાય,

પ્રભુના પ્રેમમાં, હૃદય રંગાય

અંતર પ્રેરણા વિજય ગણાય

પ્રાણથી પ્યારા – પ્રભુને, ભજને રિઝાવ્યા …. હો …. જી

નિશ્ચય પ્રભુ-ખુશી, એવા થાય

ભ્રમણા સઘળી, નાસી જાય,

પ્રાણની વિશુદ્ધિ એની ગણાય

સતનો પ્રભુથી તાર બંધાય

પ્રાણની કળાએ-ઉત્તમ, સમજ સહાયમાં …. હો …. જી

સઘળા વાદવિવાદ, કરો બાદ

આરાધો પ્રભુ, સાંભળે સાદ,

મેળવો સાચો પ્રભુનો પ્રસાદ

કલ્યાણ મંગળ, પ્રભુનો નાદ

સઘળી ઉપાધિ છોડી, પ્રભુ પ્રીત જોડવી …. હો …. જી

પ્રભુના ભજનનો એવો પ્રતાપ

મટી જાશે સઘળા સંતાપ,

યાંતિ સાચી આનંદ અમાપ

પ્રભુનો ગુંજે એક જ આલાપ

રાહ સાચો-પ્રભુ મસ્તીનો ધ્યાનમાં  …. હો …. જી

પ્રભુમાં સાચો અડગ વિશ્રામ

સમર્પણ થયું, પ્રભુને તમામ,

ઊજળું ભાવિ, પ્રભુમાં આરામ

જીવન દિવ્ય પૂર્ણ વિરામ

સદાય રહેતા પ્રભુજીના સાથમાં …. હો …. જી


 ॥ ૐ ॥

પાન નં :- 173, ભેદ રે ભ્રમણામાં જુગો વિતાવીયા …હો…જી.🌷
🕉️🙏જય સદગુરૂ🙏🕉️
🌴તા.15/06/21 મંગળ વાર 🌴

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *